મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dwarka/ ખંભાળિયામાં 52 વર્ષના આધેડે સગીરાને કર્યા અડપલાં, POCSO અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં

Dwarka/ ખંભાળિયામાં 52 વર્ષના આધેડે સગીરાને કર્યા અડપલાં, POCSO અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 52 વર્ષના એક આધેડે સગીરાની એકલતાનો લાભ લઈને અડપલાં કર્યા હતા. પોલીસે આ મામલે તત્કાળ કાર્યવાહી કરીને આરોપી આધેડને ઝડપી પાડ્યો છે.

પાન-બિસ્કિટની દુકાન પર ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક પાન-બિસ્કિટની દુકાન ધરાવતા 52 વર્ષીય પ્રોઢે આ કૃત્ય આચર્યું હતું.  લગ્ન પ્રસંગમાં આવેલી એક સગીરા આ પ્રોઢની દુકાને નાસ્તો લેવા ગઈ હતી. આ સમયે એકલતાનો લાભ લઈને આધેડે સગીરાને અડપલાં કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તુરંત જ આરોપી પ્રોઢને ઝડપી પાડ્યો છે અને તેની સામે POCSO એક્ટ (Protection of Children from Sexual Offences Act) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો