સુરતમાં ડમ્પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા BRTS રેલિંગ તોડીને ડિવાઈડર સાથે અથડાયુ, રોડ થયો બ્લોક
સુરતના રસ્તાઓ પર ચાલતા ડમ્પરો અવારનવાર અકસ્માતો સર્જે છે. ત્યારે આજે ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના

સુરતના રસ્તાઓ પર ચાલતા ડમ્પરો અવારનવાર અકસ્માતો સર્જે છે. ત્યારે આજે ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર BRTS રેલિંગ સાથે અથડાયું હતું. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. થોડીવાર માટે ત્યાં ટ્રાફિકજામનાં દૃશ્યો સામે આવ્યા હતા
ડમ્પર અનબેલેન્સિંગ
ઉધના સિટીઝન કોલેજ પાસે એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ડમ્પર બીઆરટીએસ રેલિંગ સાથે અથડાયું હતું. અકસ્માતની આ ઘટના બાદ ડમ્પર અનબેલેન્સિંગ થઈ ગયું હતું તો બીજી તરફ ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા.
રોડ થઈ ગયો બ્લોક
ઉધના મેઈન રોડ પર સર્જાયેલા 20 ટાયર ધરાવતા ડમ્પરના અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. ડમ્પર એ રીતે આડું ઉભું રહી ગયું હતું કે, બીઆરટીએસનો આવક-જાવકનો રૂટ બંધ થઈ ગયો હતો. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી.








