મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ ખગોળીય ઘટનાને લીધે અંબાજી માતાના મંદિરે આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો સમય

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમન

આ ખગોળીય ઘટનાને લીધે અંબાજી માતાના મંદિરે આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો સમય

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આગામી ભાદરવી પૂનમના રોજ માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 7 સપ્ટેમ્બર, 2025ના રવિવારના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 થી 6:30 વાગ્યે થશે અને માતાજીના દર્શન સવારે 6:30 થી 10 વાગ્યા સુધી કરી શકાશે. 

જ્યારે સવારે 10 થી 10:30 વાગ્યે રાજભોગ, 10:30 થી 12 વાગ્યામાં સાયજકાલની પુજા અને બપોરે 12 થી 12:30 વાગ્યે સાયજકાલની આરતી થશે. આ પછી 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે. 

આ સમાચાર શેર કરો