સુરતમાં DGVCLની ગંભીર બેદરકારી આવી સામે, વાયર સાથેનો ઈલેક્ટ્રીકનો થાંભલો જમીન પર પડતા રસ્તો બંધ
સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છવાયો છે. રોજ રોજ વરસાદી ઝાપટાં પડી રહ્ય

સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છવાયો છે. રોજ રોજ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જેના કારણે જમીન પોચી પડી ગઈ છે. આ દરમિયાન ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા ઉભો કરવામાં આવેલો ઇલેક્ટ્રીકનો થાંભલો જમીન પર આડો પડી ગયો હતો. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.
અવરજવરમા મુશ્કેલી
પાંડેસરાના નાગસેનનગર વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા ઉભો કરવામાં આવેલો થાંભલો રોડ પર પડી ગયો હતો. ચાલુ વરસાદમાં ચાલુ લાઈનનો ઇલેક્ટ્રીક થાંભલો આડો પડી ગયો હતો. વાયર સાથેનો થાંભલો પડી જતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વિદ્યાર્થીઓના જીવને જોખમ
સ્થાનિક રહીશ સુરેશ્વરે કહ્યું કે, નાગસેન નગર વિસ્તારમાં પડેલા થાંભલો કોઈનો જીવ લે તે સ્થિતિમાં છે. બાજુમાં સ્કૂલ આવેલી છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. જો થોડું પણ આમતેમ થયું તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સર્જાઇ રહી છે.








