મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં દારૂ ભરેલી કારને ચડ્યો 'નશો', ચાલકે રાહદારીને અડફેટે લઈને મોપેડને ટક્કર મારતાં બેને ઈજા

દમણથી દારૂને ગુજરાતમાં લાવવા માટે વલસાડ થઈને બુટલેગરો પસાર થતાં હોય છે. ત્યારે

વલસાડમાં દારૂ ભરેલી કારને ચડ્યો 'નશો', ચાલકે રાહદારીને અડફેટે લઈને મોપેડને ટક્કર મારતાં બેને ઈજા

દમણથી દારૂને ગુજરાતમાં લાવવા માટે વલસાડ થઈને બુટલેગરો પસાર થતાં હોય છે. ત્યારે છીપવાડ રેલવે અંડરપાસ પાસેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે બેફામ રીતે કાર ચલાવી રાહદારી અને મોપેડને અડફેટે લીધાં હતાં. જેથી વિદેશી દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. 

મહિલા બાદ મોપેડને અડફેટે લીધું

દારૂ સાથેની કાર કેરીમાર્કેટ તરફથી છીપવાડ પેટ્રોલ પમ્પ તરફ આવી રહી હતી. છીપવાડ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલી એક રાહદારી મહિલાને અડફેટે લીધી હતી. બાદમાં છીપવાડ ગરનાળા તરફ જતા માર્ગ ઉપર સામેથી આવતી મોપેડના ચાલક શ્યામબલી કે. પ્રજાપતિને અડફેટે લેતા તેમને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.

755 બોટલ દારૂ મળ્યો

બનાવ અંગેની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતાં વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નડતરરૂપ કાર દૂર કરવાની કાર્યવાહી હતી ધરી હતી. કારમાંથી પોલીસે 755 બોટલ દારૂ જેની કિંમત 1.25 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સીટી પોલીસે કારના નંબરના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો