મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં નશામાં ધૂત શખ્સે અકસ્માત સર્જયો પછી કરી દાદાગીરી, પોલીસે કાયદાનું ભાન કરાવીને શાન ઠેકાણે લાવી

નવરાત્રિના ઉત્સાહમાં વડોદરા શહેરમાં વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કિસ્સો સામે આવ્યો છે. નશામાં ચૂર

વડોદરામાં નશામાં ધૂત શખ્સે અકસ્માત સર્જયો પછી કરી દાદાગીરી, પોલીસે કાયદાનું ભાન કરાવીને શાન ઠેકાણે લાવી

નવરાત્રિના ઉત્સાહમાં વડોદરા શહેરમાં વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કિસ્સો સામે આવ્યો છે. નશામાં ચૂર કાર ચાલકે યુવતીને ટક્કર મારી, રોંગ સાઇડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપઈ કરી અને રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો. મકરપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગુના પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગયો છે.ઘટના નવમા નોરતે મકરપુરા ભવન્સ સ્કૂલ પાસેના ટ્રાફિક પોઇન્ટ પર બની હતી.

રોંગ સાઇડથી આવતા બાઇકને ટક્કર મારી

ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભાઈ અને અલસિંગભાઈ દલીયાભાઈ ત્યાં હાજર હતા. ત્યાર વૈભવી કાર ચલાવતા દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંઘા રોંગ સાઇડથી આવતા બાઇકને ટક્કર મારી હતી.

આ અથડામણમાં બાઇક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા થઈ. ઘટના પછી આરોપીએ બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો.પોલીસે વાહનને સાઇડમાં કરવાનો પ્રયાસ કરતાં આરોપીએ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે ગાળા-ગાળી અને હાથાપઈ કરી.  

આ સમાચાર શેર કરો