મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે દારૂના નશામાં કર્મચારીને ફટકાર્યો

વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ગઈકાલે રાત્રે એક કર્મચારીને જાહેરમાં માર મારતા વિવા

વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે દારૂના નશામાં કર્મચારીને ફટકાર્યો

વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ગઈકાલે રાત્રે એક કર્મચારીને જાહેરમાં માર મારતા વિવાદ સર્જાયો છે. ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી આવી ગઈ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવાનું હતું. જેથી મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડના ફાયરમેન અમરસિંહ ઠાકોરને કંટ્રોલ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા. 

 કર્મચારીને કેમ મોડો આવ્યો તેમ કહી ગાળો ભાંડીને માર્યો

 કંટ્રોલ રૂમમાં ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટ હાજર હતા અને તેમણે કર્મચારીને કેમ મોડો આવ્યો,  તેમ કહી ગાળો ભાંડીને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મને અહીંથી મારતા GIDC લઈ ગયા હતા અને તેઓ નશામાં ધૂત હતા.

ઇજાગ્રસ્ત અમરસિંહ સારવાર અર્થે સિવિલમાં દાખલ

 ઇજાગ્રસ્ત ફાયરમેન અમરસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો