દ્વારકામાંથી 21 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ઝૂંપડામાંથી ચરસના 40 પેકેટ મળ્યા
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે દરિયા કાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટો

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે દરિયા કાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે મંગળવારે કલ્યાણુપરા તાલુકાના નાવદ્રા ગામના રહીશના મકાનમાંથી 40 પેકેટ ચરસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
આરોપીએ ઘરમાં ખાટલા નીચે ચરસના 40 પેકેટ છુપાવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG વિભાગના ઈન્ચાર્જ PIએ બાતમીના આધારે કલ્યાણપુર નજીક આવેલા નાવદ્રા ગામની બહાર રહેતા દેવશી રાજાભાઈ વાઘેલા નામના શખ્સના ઝુંપડામાં દરોડા પાડ્યા હતા. આરોપીએ ઘરમાં ખાટલા નીચે ચરસના 40 પેકેટ છુપાવી રાખ્યા હતા.
21 કરોડના જથ્થા સાથે શખ્સની ધરપકડ
તપાસ કરતા કુલ કિંમત 21,06,75,000ની સામે આવી હતી. 42.135 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. તદઉપરાંત શખ્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટેન્સ એક્ટ (એનડીપીએસ એક્ટ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






