મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાંથી 3 વર્ષમાં 16 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત, 20 લાખથી વધુ ડ્રગ્સના બંધાણી

ગુજરાત જાણે પંજાબની મીની આવૃતિ બની રહ્યું હોય તેમ ડ્રગ્સનું દુષણ યુવા વર્ગમાં સતત વધી રહ્યું છે.

ગુજરાતમાંથી 3 વર્ષમાં 16 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત, 20 લાખથી વધુ ડ્રગ્સના બંધાણી

ગુજરાત જાણે પંજાબની મીની આવૃતિ બની રહ્યું હોય તેમ ડ્રગ્સનું દુષણ યુવા વર્ગમાં સતત વધી રહ્યું છે. વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાછી ડ્રગ્સની જથ્થઆબંધ હેરાફેરી પર અંકુશ મેળવી શકાય છે, પણ છુટક ડ્રગ્સ વેચનારાંઓ પર હજું જોઈએ તેવો અંકુશ આવ્યો નથી. ત્રણ વર્ષમાં દેશનું સૌથી વધુ 16 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે.  હવે સ્થાનિક કક્ષાએ ડ્રગ્સનું વેચાણનું દૂષણ રોકવા માટે અમદાવાદ પોલીસ સ્ટેશનોમાં એન્ટી ડ્રગ્સ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે.

 ગુજરાતમાંથી 16 હજાર કરોડનું કુલ 87,607 કિલો ડ્રગ્સ પકડાયું

યુવાધનને ડ્રગ્સનીચૂંગાલમાઁથી મુક્ત કરાવવાની દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ જહેમત જટીલ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેટલી સફળ રહેશે તે મોટો સવાલ છે. ગુજરાત સત્તાવાર પોલીસ વિગતો મુજબ વર્ષ 2021થી 2024 દરમિયાન ગુજરાતમાંથી 16 હજાર કરોડનું કુલ 87,607 કિલો ડ્રગ્સ પકડાયું છે.

 2600 પેડલર્સ પકડાયા

ગુજરાત સરકારે ડ્રગ્સની બાતમી આપનારાને રિવોર્ડ આપવાનો નિર્ણય જાહેર કર્યો તે પછી DGP કમિટીએ 2021થી 2024 દરમિયાન કુલ 737 વ્યક્તિઓને ડ્રગ્સ પકડાવવાની કામગીરી કરવા બદલ ઈનામો એનાયત કર્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે વિતેલા વર્ષમાં દેશનું સૌથી વધુ 16 હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. પણ ડ્રગ્સનું છૂટક વેચાણ કરનારાં 2600 પેડલર્સને જ પકડી શકાયા છે.

16થી 25 વયના ડ્રગ્સના આસાન શિકાર

એક સર્વે મુજબ 16થી 25 વર્ષનીવયના તરૂણથી યુવા વર્ગના લોકો ડ્રગ્સના આસાનીથી શિકાર બની રહ્યાં છે. જેમાં અમદાવાદ સહિત એ ગ્રુપમાં ગણાતાં દેશના 10 શહેરોમાં 37 ટકા લોકો અફીણ, 13 ટકા લોકો હેરોઈન, 30 ટકા લોકો અન્ય પ્રકારના ડ્રગ્સના બંધાણી થઈ ચૂક્યાં છે.

5 વર્ષમાં 266થી વધુ પેડલર ઝડપાયા  

2019થી 2024 સુધીના 5 વર્ષમાં ડ્રગ્સના જુદા જુદા કેસોમાં ડ્રગ્સ લાવનાર કે વેચનાર 2600 પેડલર્સ ઝડપાયા છે. પંજાબ સહિત સમગ્ર ભારત અને વિદેશમાં પણ ડ્રગ્સ લઈ જવા માટે ટ્રાન્ઝીટ પોઈન્ટ તરીકે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં કરાંચીના ગેંગસ્ટર હાજી સલીમ કાર્ટેલ કાર્યરત હોવાની વિગતો ખુલી હતી. પાકિસ્તાન અને ઈરાનના બંદરોથી નાની બોટ કે જહાજમાં ભારતીય જળસરહદ સુધી ડ્રગ્સ લાવીને માછીમારી બોટથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતું હતું.

આ સમાચાર શેર કરો