ભોપાલમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, ગુજરાત ATSને મળી મોટી સફળતા
દેશમાં ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને N

દેશમાં ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને NCB (Ops)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભોપાલમાંથી 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATS અને NCB (Ops)ને આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત ATSએ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી
મધ્ય પ્રદેશમાં ભોપાલમાં ગુજરાત ATSની ટીમ તેમજ NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી અંદાજે હજાર કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ બનાવનાર બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ભારત સહિત અન્ય દેશમાં પણ મોકલવામાં આવતું હતું. ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ડ્રગ્સની કૂલ કિંમત 1814 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા લખ્યુ કે, ગુજરાત ATS અને NCB (Ops), દિલ્હીને ડ્રગ્સ સામેની લડાઈમાં મોટી જીત બદલ અભિનંદન! તાજેતરમાં, તેઓએ ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો અને એમડી ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી, જેની કુલ કિંમત ₹1814 કરોડ છે! આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરાફેરી અને દુરુપયોગ સામે લડવામાં અમારી કાયદા અમલીકરણ એજન્સીઓના અથાક પ્રયત્નોને દર્શાવે છે. તેમના સહયોગી પ્રયાસો આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સુરક્ષામાં નિર્ણાયક છે.અમારી કાયદા અમલીકરણ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાં તેમને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!
મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં દિલ્હીમાં પોલીસે 560 કિલોગ્રામથી વધુ કોકીન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક મારિજુઆના જપ્ત કર્યું હતું. અધિકારીઓ અનુસાર, તેની કુલ કિંમત લગભગ 5620 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.








