દહેજની કંપનીમાં 1.10 કરોડનો નશાનો જથ્થો નાશ કરાયો, વલસાડના 15 ગુનાનો સામાન ડિસ્પોઝલ
કેન્દ્રીય સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-ન

કેન્દ્રીય સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે તા.10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.જે અનુસધાને વલસાડ જિલ્લા એસપી ડૉ.કરનરાજ વાઘેલા અને વલસાડ ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટીના સભ્ય એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસ. ઓ.જી પી.આઈ એ.યુ.રોઝના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબ દાખલ થયેલા કુલ-15 ગુન્હાઓમાં કબ્જે કરાયેલા માદક પદાર્થ નાર્કોટીક્સના મુદ્દામાલના નાશ કરવાની કાર્યવાહી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ GIDC માં આવેલી બેઈલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ નસવાડીના ગોયાવાંટના વિદ્યાર્થીઓ રામ ભરોસે, 6 વર્ગખંડના 170 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક
નશાનો સામાન નાશ કરાયો
જેમાં વલસાડ રૂરલના બે ગુના ના ડ્રગ્સનો 274.03 કિલો ગ્રામ જથ્થો તથા 105 કોડેઇન સીરપ બોટલ,પારડી પોલીસ મથકના બે ગુનાના ડ્રગ્સનો 3.131 કિલો જથ્થો કિલો ગ્રામ નાનાપોંઢા ના 1 ગુનાનો ડ્રગ્સનો જથ્થો 2097.95 કિલો દ્રગ્સ નો જથ્થો , ધરમપુર ના 4 ગુનાનો 22.164 કિલો ડ્રગ્સનો જથ્થો ,વાપી ટાઉન પોલીસ સ્ટેશન ના બે ગુનાનો 95.680 કિલો ડ્રગ્સનો જથ્થો તથા 14 કોડેઈન સીરપની બોટલ ,વાપી GIDC ના એક ગુનાના 32.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો તેમજ ભીલાડના 3 ગુનાના ડ્રગ્સનો 10.97 કિલો જથ્થો મળી કુલ રૂપિયા 1,10,45,451.15 ના નાર્કોટિક્સ ના મુદ્દામાલ નો નાશ કરવામાં આવ્યો હતો.






