સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી ઝડપાયો, 1 કરોડના જથ્થો મોકલ્યા બાદ 7 માસથી હતો ફરાર
સુરતમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત છાસવારે નશાકારક ડ્રગ્સ ઝડપી લેવામાં આવે છે. ત્યારે 7 મહિના અગાઉ ડ

સુરતમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત છાસવારે નશાકારક ડ્રગ્સ ઝડપી લેવામાં આવે છે. ત્યારે 7 મહિના અગાઉ ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીએ મુંબઈથી જથ્થો ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. લાલગેટમાંથી SOGએ સાત મહિના પહેલા એક કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડયું હતું. આ ગુનામાં ક્રાઇમબ્રાંચે એમડી સપ્લાય કરનાર ડ્રગ્સ માફીયા હસન બાબાને મુંબઈથી દબોચી લીધો છે.
બેગ ફેંકી નાસી ગયો હતો
અગાઉ આ ગુનામાં બે આરોપીઓ પકડાયા હતા. 29મી તારીખે ડ્રગ્સ માફીયા મુહમ્મદ કાસીફ લેપટોપની બેગ ખભે લટકાવી મોપેડ પર રામપુરા લાલમીયા મસ્જિદ પાસે આવ્યો હતો. કાસીફ પાસેથી બેગ શહેબાઝ ખાને લઈ લીધી હતી. બન્ને એકબીજા સાથે વાત કરતા હતા એટલામાં શંકા જતા બન્ને લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં દોડી ગયા હતા.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
પોલીસે 1 કરોડનું એમડી કબજે કર્યુ હતું. આ ગુનામાં આરોપીઓને એમડી ડ્રગ્સ મુંબઈના હસન ઉર્ફે હસનબાબા હારૂન શેખએ આપ્યું હતું. આરોપી છેલ્લા 7 મહિનાથી ભાગતો હતો. આખરે પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, સુરત SOG પોલીસે ગત 29 એપ્રિલ 2024ના રોજ લાલગેટ વિસ્તાર માંથી એક કરોડથી પણ વધુનો પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.








