મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો પર્દાફાશ, SOGએ 3.61 કિલો ગાંજો ઝડપ્યો

રાજ્યના વલસાડમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકે

વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો પર્દાફાશ, SOGએ 3.61 કિલો ગાંજો ઝડપ્યો

રાજ્યના વલસાડમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે  વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ SOG પોલીસે 3.61 કિલો ગાંજાનો જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરી છે તો  1ને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસે અંદાજે 2.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહંમદ હસિબ સાહિર કાઝી નામનો આરોપી નશાનું રેકેટ ચલાવતો હોવાનુ સામે આવ્યું છે.પોલીસે અંદાજે 2.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: નકલી તબીબે વૃદ્ધનું ઢીંચણનું ઓપરેશન કરી 6 લાખ ડકાર્યા, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદમાંથી પણ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો

અમદાવાદના વટવા પોલીસે  હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ૩.૬૦ કરોડની કિંમતનો ૧૨ કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે નિધિ અને સાયલી નામની મહિલા સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો