મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો ડ્રગ્સનો સોદાગર પુત્ર પકડાયો, રેહાન લાવ્યો હતો આટલું ડ્રગ્સ

સુરતની હોટેલમાંથી 3 અઠવાડિયા પહેલાં રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાય

ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો ડ્રગ્સનો સોદાગર પુત્ર પકડાયો, રેહાન લાવ્યો હતો આટલું ડ્રગ્સ

સુરતની હોટેલમાંથી 3 અઠવાડિયા પહેલાં રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સચિનની કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. રવિવારે સવારે ઉધના દરવાજાની હોટેલમાંથી ચેતન શાહુ 35 લાખના એમડી સાથે પકડાયો તેના એક દિવસ પહેલાં મોહંમદ રેહાન અંસારી તેની પાસેથી 50 ગ્રામ એમડી લઈ આવ્યો હતો.

પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચાતુ

આ ડ્ર્ગ્સ રાત્રે તેના પન્ટરો મારફતે સારા ઘરના નબીરાઓને વેચી માર્યું હોવાની વાત સામે આવી છે. ખરેખર આ કેસમાં પોલીસ મોહંમદ રેહાનની કોલ ડિટેઇલની તપાસ કરે તો શહેરના પોશ વિસ્તારમાં રહેતા મોટા ઘરના નબીરાઓનાં નામો સામે આવી શકે એમ છે. કેમ કે રેહાન ખાસ કરીને શહેરના પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચાણ કરતો હોવાની વાત સામે આવી રહી છે.

વોટસએપના માધ્યમથી ડ્રગ્સ સપ્લાય થતુ

ખાસ કરીને તે ગ્રાહકોને વોટસએપના માધ્યમથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. અત્યાર સુધીમાં એમડી ડ્રગ્સ કેસમાં રાજસ્થાનનો ચેતન શાહુ, હિંદુ યુવા વાહિની સુરતનો પ્રમુખ વિકાસ આહીર અને અનિષ ઉર્ફે અનુ લાકડાવાલા પકડાયા છે, જ્યારે એમડી ડ્રગ્સ ચેતન શાહુને આપનારા રાજસ્થાનના જાવેદને પકડવા માટે એસઓજીની ટીમ થોડા દિવસ પહેલાં રાજસ્થાન ગઈ હતી. જો કે તે મળ્યો ન હતો.

આ સમાચાર શેર કરો