સુરતમાં છૂટક વેચાણ માટે રખાયેલા નશાનો સામાન ઝડપાયો, ગાંજાની પડીકીઓ સાથે ઘાતક હથિયારો મળ્યા
સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી ગ

સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાપોદ્રાના રામનગર વિસ્તારમાં 473 નંબરના બીજા માળેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે રૂમ ભાડે રાખી તેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે રેડ કરી ત્યારે ગાંજો તેમજ હથિયાર બિનવારસી મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતના હજીરાની એએમએનએસ કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી, સારવાર દરમિયાન એકનું મોત
મુદ્દામાલ મળી આવ્યો
પોલીસે રેડ દરમ્યાન ગાંજાની નાની મોટી પડીકી મળી કુલ 3કિલો 166 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજા સાથે તલવારો,લોખંડની ફરસી,વજનકાંટો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. રૂમ ભાડે રાખી ગાંજો વેચનાર બિકાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ પોલીસે મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ જથ્થો મળ્યો
સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં છૂટક વેચાણ માટેની વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા ભરેલી નાની પડીકીઓ કુલ 158 સાથે બીજો સંગ્રહ કરી રાખેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો મળી કુલ વજન 3 કિલો 166 ગ્રામ તથા વેચાણના હિસાબ રાખવાનો ચોપડો નંગ-2 તથા ગાંજાનું વજન કરવા માટેનો ઈલેક્ટ્રિક કાટો નંગ 1 તથા ગાંજો પેકીંગ કરવા માટેના પ્લાસ્ટિકની સફેદ તથા વાદળી કાથળીઓ તથા ન્યૂઝ પેપર અને તેના સંખ્યા બંધ ટુકડાઓ તથા ખાખી રંગની સેલોટેપ સાથે તલવાર જેની મ્યાન લાલ કલરની નંગ 2 અને લોખંડની હાથ બનાવટની ફર્સી તથા ધાતુના ધારીયા નંગ 2 મળી કુલ 33958 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.








