ડો.રાજ રાવલને મળ્યો ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિનનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ
અમદાવાદના તબીબ ડો.રાજ રાવલ (ડો.રાજેન્દ્ર રાવલ)ને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન-ISCCMનો આ વર્

અમદાવાદના તબીબ ડો.રાજ રાવલ (ડો.રાજેન્દ્ર રાવલ)ને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન-ISCCMનો આ વર્ષનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળ્યો છે. ISCCM દ્વારા દર વર્ષે પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવે છે. જે તબીબ નિષ્ણાતે વર્ષ પર્યંત તબીબી ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું હોય તેમની ISCCMના પ્રેસિડેન્ટ અને ટીમ દ્વારા આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે.
ડો.રાજ રાવલને ટેલીમેડિસિન ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ તેમજ રાજ્યકક્ષાની કોન્ફરન્સના સંયોજક તરીકે સફળ આયોજન કરવા બદલ ISCCMનો આ વર્ષનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
1993માં મુંબઈમાં થઈ ISCCMની સ્થાપના
ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન-ISCCMની સ્થાપના 9 ઓક્ટોબર, 1993ના રોજ મુંબઈમાં થઈ હતી. ISCCM ડોક્ટર્સ, નર્સીસ, ફિઝીયોથેરાપિસ્ટ અને અન્ય સંલગ્ન આરોગ્યસંભાળ વ્યાવસાયિકોનું છે ભારતનું સૌથી મોટું બિન-લાભકારી સંગઠન છે. ISCCMએ મુંબઈના સલાહકારોના નાના જૂથથી શરૂઆત કરી હતી, હવે તેની પાસે 18,498 સભ્યો છે, જેમાં સમગ્ર ભારતમાં 103 શહેર શાખાઓ અને 2 રાજ્ય શાખાઓનો સમાવેશ થાય છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે.
ડો.રાજ રાવલે 2005માં ISCCM-અમદાવાદ ચેપ્ટરની સ્થાપના કરી
ડો.રાજ રાવલ SAAL હોસ્પિટલ, અમદાવાદના ડાયરેક્ટર છે, સાથે BITC સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ક્રિટિકલ કેર વિભાગ અને ICUના વડા છે.
તેમણે 1991માં અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં MBBS કોર્સ સાથે પોતાની તબીબી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1997માં MD(એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવ્યો, જેમાં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં બીજો ક્રમ મેળવ્યો. ત્યારબાદ તેમણે મુંબઈની પી.ડી.હિન્દુજા હોસ્પિટલ હોસ્પિટલમાં ક્રિટિકલ કેરમાં ફેલોશિપ મેળવી હતી.
2005માં તેમણે ISCCM-અમદાવાદ ચેપ્ટરની સ્થાપના કરી હતી. તેઓ તેના સ્થાપક ટ્રસ્ટી અને જનરલ સેક્રેટરી છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ વિવિધ પરિષદો અને વર્કશોપમાં હાજરી આપી છે. તેમણે શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક શૈક્ષણિક સત્રો આપ્યા છે.
તેમણે રાષ્ટ્રીય સ્તરના જર્નલોમાં કેટલાક સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. તેમણે રાષ્ટ્રીય પ્રકાશકોના પ્રતિષ્ઠિત પુસ્તકોમાં પ્રકરણો લખ્યા છે. આ ઉપરાંત તેઓ 2012થી દર વર્ષે મેડિસિન કોન્ફરન્સમાં વ્યાખ્યાન આપી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ક્રિટિકલ કેર મેડિસિન વિશે જાગૃતિ લાવવામાં તેઓ સફળ રહ્યા છે.








