મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં ઝાપટા, રીમઝીમ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

સુરતમાં બે દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં ઝાપટા, રીમઝીમ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

સુરતમાં બે દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉકળાટ અને બફારાનો અનુભવ કરતા લોકોને સવારથી જ ફરી ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયથી વરસાદી માહોલ જામતા લોકોને પલળવાનો વારો આવ્યો હતો. 

આગાહી વચ્ચે વરસાદ

લો પ્રેશરના કારણે ફરીથી ચોમાસાની સર્કિટ સક્રિય થઈ છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ઉકળાટમાંથી રાહત

બે દિવસ વરસાદે વિરામ લીધા બાદ ઉકળાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા. ત્યારે આજે ફરીથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છવાય છે. બીજી બાજુ નદી નાળા પણ ફરીથી વહેતા થઈ ગયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો અનુભવ લોકો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો