મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં પકડાયું ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ, 10 નકલી લાયસન્સ સાથે એકની ધરપકડ

કચ્છમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં નખત્રાણા પોલીસે કોટડા જડોદર ગા

કચ્છમાં પકડાયું ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ, 10 નકલી લાયસન્સ સાથે એકની ધરપકડ

કચ્છમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં નખત્રાણા પોલીસે  કોટડા જડોદર ગામમાંથી 10 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. 

પોતાની દુકાનમાં આરોપી બનાવતો હતો નકલી લાયસન્સ 

નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે કોટડા જડોદર ગામે રહેતો  ભરત ખેતાલાલ મેરીયા નામનો શખ્સ  ગામની મેઇન બજારમાં પોતાના કબજાની રામદેવ ઓનલાઇન પોઇન્ટ નામની દુકાનમાં નકલી લાયસન્સ બનાવીને તેનું વેચાણ કરે છે.

પોલીસે લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

આ બાતમીને આધારે નખત્રાણા પોલીસની ટીમે ભરતની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દુકાનમાંથી લેપટોપમાં નકલી ડ્રાઇવીંગ લાયસન્સની પીડીએફ ફાઇલો તથા 10 નકલી ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડકોપી મળી આવી હતી. આ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ છાપવાના સફેદ કાર્ડ અને લેમીનેશન માટેના પ્લાસ્ટિક કવરો મળી આવ્યા હતા.

નખત્રાણા પોલીસે આરોપી ભરત મેરીયાની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને આરટીઓ કચેરીમાં લાયસન્સની ખરાઇ કર્યા બાદ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. 

આરોપી છેલ્લા 3 મહિનાથી બનાવતો હતો નકલી લાયસન્સ

આરોપી છેલ્લા બે ત્રણ મહિનાથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતો હોવાનું સામે આવ્યું છે.  આરોપીએ અત્યાર સુધીમાં કેટલા નકલી લાયસન્સ બનાવ્યા છે અને કોને કોને આપ્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો