સુરતમાં પાણી ભરેલા ખાડામાં ડ્રાઈવરનો આત્મવિશ્વાસ ડૂબ્યો, રોડ સાઈડના સિટી બસ ગઈ ફસાઈ
સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની આસપાસ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. ત્યા

સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની આસપાસ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ખાડામાં પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો થાપ ખાઈ જતાં હોવાનું સામે આવ્યું છે. જ્હાંગીરપુરા બ્રિજ નજીક સિટી બસ રોડની સાઈડમાં ઉતાર્યા બાદ બસ ફસાઈ ગઈ હતી.
બસના આગળના ટાયર ફસાયા
જહાંગીરપૂરા બ્રિજ નજીક રોડની બાજુમાં પાણીનો મસમોટો ખાડો ભરાયેલો છે. ખાબોચિયા જેવા દેખાતા ખાડામાં પાણીની નીચેની માટી પોચી અને ચીકણી થઈ ગઈ છે. જેથી રોડની નીચે બસને રિવર્સમાં વાળવાનો પ્રયત્ન કરતાં ડ્રાઈવરને આગળની ટાયર ફસાઈ ગયા હોવાથી નવનેજા પાણી ઉતરી ગયા હતાં.
લોકોના આક્ષેપ
ડ્રાઈવરે સિટી બસ ખાડામાં ફસાઈ હોવાથી તેને બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો કર્યા હતાં. જો કે, બસ બહાર નીકળવાનું નામ નહોતી લેતી. જેથી આખરે થાકી હારીને ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો. બાદમાં અન્ય વાહન મારફતે બસને બહાર કાઢવા પ્રયત્ન કરાયા હતાં. સાયણ હજીરા હાઇવે પર ખાડામાં સિટી બસ ફસાઈ હોવાથી લોકોએ કહ્યુ કે, પાલિકા ટાયર પણ બસના ન બદલતી હોવાથી આ પ્રકારની ઘટના સર્જાઈ છે.








