Ahmedabad news: રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીનાં હોસ્ટેલમાં પીવાના પાણીની તંગી, વિદ્યાર્થીઓ પરેશાન
ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં ફસાઈ છે, ગુજરાત યુનિવર્સિટીની અંદર આવેલા બોયઝ અને ગર્

ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં ફસાઈ છે, ગુજરાત યુનિવર્સિટીની અંદર આવેલા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના અને વાપરવાના પાણીની શિયાળામાં તંગી સર્જાઇ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મહત્વનું છે કે સાંજે 6:00 વાગ્યાથી હોસ્ટેલોમાં પાણી આવવાનું બંધ થઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડી રહી છે.
પીવાના પાણી માટે વિદ્યાર્થીઓને વલખા
ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય શહેર અને જિલ્લાઓમાંથી અભ્યાસ કરવા માટે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવે છે. અહી આવેલા હોસ્ટેલમાં રહી 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આ હોસ્ટેલમાં પાયાની સુવિધા એટલે કે પાણી જ મળવું વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બન્યું છે. હોસ્ટેલમાં સાંજે છ વાગતા જ પાણી આવવાનું બંધ થઈ જાય છે, જેને કારણે વિદ્યાર્થીઓને પોતાનું દૈનિક કાર્ય કરવામાં પણ હાલાકી ભોગવી પડી રહી છે. મહત્વનું છે કે ચાર બિલ્ડીંગ વચ્ચે એકમાત્ર આરો ફિલ્ટર કામ કરી રહ્યું છે અને એ પણ ખુલ્લામાં રસ્તા ઉપર બનાવેલું છે. પીવાના પાણી માટે પણ વિદ્યાર્થીઓને વલખા મારવા પડી રહ્યા છે.
મહત્વનું છે કે પાણીની સમસ્યાને લઇ ગુજરાત યુનિવર્સિટી ખાતે માટલા ફોડી અને કુલપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યા રજૂ કરતા કહ્યું હતું કે સાંજે 6:00 વાગતાં જ પાણી બંધ થઈ જાય છે અમારે ક્યાં પાણી લેવા માટે જવું આખા કેમ્પસમાં જ પાણી આવતું નથી.
કુલપતિએ કર્યો લૂલો બચાવ
500થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધા એવું પાણી જ ન મળતું હોવાની સ્થિતિ સામે આવી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ઘેરાવ કરી એને સિવાય અને વિદ્યાર્થીઓએ 24 કલાક પાણી આપવાની માંગ કરી છે. તો બીજી તરફ પીવા માટે દરેક બિલ્ડીંગની અંદર આરો ફિલ્ટર લગાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે કુલપતિએ પણ પોતાનો લૂલો બચાવ કરતા નિવેદન આપ્યું હતું કે હાલ મોટી ટાંકી નાખવા માટેની પ્રક્રિયા શરૂ કરાવવામાં આવનાર છે. પરમિશન લેવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓને ગરમ પાણી કરવા જે હીટર લગાવવા હતા જે નિયમ વિરુદ્ધ છે, પરંતુ વિદ્યાર્થીઓને નાહવા માટે ગરમ પાણી ચોક્કસથી સવારે તપેલાની અંદર કરીને આપવામાં આવે છે.






