મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર / કોર્પોરેશને ઘરે ઘરે નળ તો આપ્યાં, પણ પાણી ન આવતા મહિને હજારથી વધુ ટેન્કર દોડાવવાની સ્થિતિ

BHAVNAGAR : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મહાનગરપ

ભાવનગર / કોર્પોરેશને ઘરે ઘરે નળ તો આપ્યાં, પણ પાણી ન આવતા મહિને હજારથી વધુ ટેન્કર દોડાવવાની સ્થિતિ

BHAVNAGAR : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓએ પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા અને ઘરે ઘરે નળ કનેક્શન પણ આપી દીધા. પરંતુ આજે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે નળની અંદર પાણીનું એક ટીપું પણ આવતું નથી. આ પરિસ્થિતિ ભાવનગર શહેરમાં વિકટ સમસ્યા બનીને ઊભી થઈ છે, જેનો કોઈ અંત આવી રહ્યો નથી, જેના કારણે વિવિધ વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ગયું છે. એક મહિનામાં હજારથી વધુ ટેન્કરો દોડાવવામાં આવી રહ્યાં છે. 

શહેરમાં 1 લાખ 60 હજાર નળ કનેક્શન, પણ પાણી નથી આવતું

પ્રજાની સુખાકારી માટે રાજ્યની સરકાર વિવિધ ટેક્સો ઉઘરાવતી હોય છે સાથે જ મહાનગરપાલિકા પણ સુવિધાઓ આપવા માટે વિવિધ વેરા વસુલે છે પરંતુ પ્રજા સુધી આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાવનગર મહાનગરપાલિકા નિષ્ફળ ગયું હોય તે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા 1 લાખ 60 હજાર જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા છે.  પરંતુ મોટાભાગના વિસ્તારોમાં મહાનગરપાલિકાના નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ આવે છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પરંતુ અધિકારી અને રાજકીય પક્ષના નેતાઓ ધ્યાન નથી આપી રહ્યાં. 

નળ કનેક્શન શોભાના ગાંઠીયા સમાન બન્યાં

ભાવનગરમાં ફરી એક વખત ટેન્કર રાજ શરૂ થતા GSTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના ખેડૂતવાસ, જોગીવાડ વિસ્તાર, સ્વસ્તિક પાર્ક, હિલપાર્ક, ચિત્રા વિસ્તાર, ફુલસર વિસ્તાર,  નારી ગામ, કુંભારવાડા, બોરતળાવ સહિતના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા રોજ ટેન્કરો દ્વારા પીવાનું પાણી મોકલવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે નળ કનેક્શન શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. પાંચ સાત વર્ષથી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.

ગુજરાતમાં સૌથી વધુ પાણી વેરો ભાવનગરમાં, પણ પ્રજાને પાણી મળતું નથી

ગુજરાતમાં સૌથી વધુ પાણી વેરો ધરાવતી મહાનગરપાલિકા હોય તો તે ભાવનગર છે, પરંતુ સૌથી ઓછું પાણી આપવામાં પણ ભાવનગર જ ગણી શકાય. ભાવનગરમાં નબળી નેતાગીરીના કારણે ટેન્કર રાજ હજી પણ શરૂ છે. આ પાછળનું કારણ એ છે કે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ 30 વર્ષ પછી પણ લાવી શકી નથી. હાલ મહાનગરપાલિકાનું તંત્ર પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી હોય તેમ પ્રજાના પૈસાનો પણ વેડફાટ કરે છે અને પાણીના સંગ્રહ માટે કોઈ આયોજન પણ કરી રહી નથી.

પાણી વિતરણ પાછળ દર મહિને અઢી કરોડથી વધુનો ખર્ચ

હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા મહિને 1 કરોડ અને 20 લાખના ખર્ચે મહી પરીએજમાંથી 70થી 75 MLD પાણી ખરીદી રહી છે, સાથે મહિને 1 કરોડ અને 40 લાખના ખર્ચે શેત્રુંજી ડેમમાંથી 90થી 95  MLD  પાણી ખરીદી રહી છે. આમ મહાનગરપાલિકાનું તંત્ર દર મહિને 2 કરોડ અને 60 લાખ રૂપિયા પાણીની માફક પાણી વિતરણ પાછળ કોઈ આયોજન વગર કે કોઈ પ્લાનિંગ વગર વેડફાટ કરી રહી છે, જેનો બોજ ભાવનગરની જનતા ભોગવી રહી છે.

આ સમાચાર શેર કરો