મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સમસ્યા ન ઉકેલાય તો ડ્રેનેજના પાણી સુરત પાલિકાની ઓફિસમાં ઠાલવવાની ચીમકી, વિપક્ષના કોર્પોરેટરે લખ્યો રોષભેર પત્ર

સુરત પાલિકાના વરાછા ઝોનમાં લોકોની ડ્રેનેજની સમસ્યાની લાંબા સમયની ફરિયાદ બાદ પણ પાલિકાએ નિકાલ નથી ક

સમસ્યા ન ઉકેલાય તો ડ્રેનેજના પાણી સુરત પાલિકાની ઓફિસમાં ઠાલવવાની ચીમકી, વિપક્ષના કોર્પોરેટરે લખ્યો રોષભેર પત્ર

સુરત પાલિકાના વરાછા ઝોનમાં લોકોની ડ્રેનેજની સમસ્યાની લાંબા સમયની ફરિયાદ બાદ પણ પાલિકાએ નિકાલ નથી કર્યો. જેથી પાલિકાના વિપક્ષના એક કોર્પોરેટરે પાલિકાને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, જો સમસ્યાનો હલ નહી આવે તો પાલિકા કચેરીમાં ડ્રેનેજના પાણીનું ટેન્કર ભરીને ઠાલવવાની ચીમકી આપી છે. 

ફરિયાદો છતાં કાર્યવાહી નહી

વરાછા એ ઝોનમાં સરદાર ચોક-શ્રી પૂજન રેસીડેન્સી પાસે ડ્રેનેજ લાઈન ઘણા સમયથી ઉભરી રહી છે. સ્થાનિક લોકોએ પાલિકા અને કોર્પોરેટરોને ફરિયાદ કરી છે. તેમ છતાં પણ ડ્રેનેજના પાણી ઉભરાવવાની સમસ્યાનો હલ આવતો નથી. સ્થાનિકોની ફરિયાદ બાદ પાલિકાના વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ વરાછા ઝોનના વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

બે દિવસમાં સમસ્યાનો નિકાલ લાવવા માગ

આ ફરિયાદ બાદ પણ નિકાલ ન આવતા કોર્પોરેટરે પાલિકાના વરાછા ઝોનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, જો તમારા એન્જિનિયર-અધિકારીઓને આ બાબતે ખબર ના પડતી હોય તો એમને ઘરે બેસાડી દો. નવા સારા અધિકારીઓની ભરતી કરો, આ ઉપરાંત ચીમકી આપતા જણાવ્યું છે કે, જો બે દિવસમાં ડ્રેનેજની સમસ્યાનો નિકાલ ઝોન દ્વારા લાવવામાં નહી આવે તો એ જ ડ્રેનેજના પાણી ટેન્કરમા ભરી લાવીને તમારી ઓફિસમાં અને આખી ઝોન ઓફિસમાં ઠાલવી દેવામાં આવશે. આ ચીમકી બાદ પાલિકા તંત્ર દોડતું થયું છે.

આ સમાચાર શેર કરો