મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તાપી શુદ્ધિકરણ વચ્ચે પાલિકાની બેવડી નીતિ: સામાન્ય જનતાને દંડ, પણ પોતાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ગંદુ પાણી નદીમાં ઠલવાતાં તંત્ર મૌન

તાપી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અને પ્રદૂષણ રોકવાની કવાયત વચ્ચે પાલિકાના પોતાના જ પ્રકલ્પમાંથી ગંદુ પાણી તાપી તરફ જતું હોવાની ગંભીર ફરિયાદે તંત્રની કામગીરી સામે સવાલ ઊભો કર્યો છે. રાંદેર ઝોનના પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી નીકળતું ગંદુ પાણી નજીક આવેલા સ્ટોર્મ ડ્રેનેજના ચેમ્બર મારફતે તાપી નદી સુધી પહોંચતું હોવાની ફરિયાદ છે. સામાન્ય મિલકતોમાં ગટરનું પાણી વરસાદી ગટરમાં પહોંચતું હોવાનું જણાય તો પાલિકા દંડ અને કાર્યવાહી કરે છે, ત્યારે પોતાના જ કોમ્પલેક્સમાંથી આવી સ્થિતિ હોવાની ફરિયાદ છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનું સામે આવતા નિયમોના અમલમાં પાલિકાની બેવડી નીતિ તો નથીને તેવો સવાલ ઊભો થ

તાપી શુદ્ધિકરણ વચ્ચે પાલિકાની બેવડી નીતિ: સામાન્ય જનતાને દંડ, પણ પોતાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ગંદુ પાણી નદીમાં ઠલવાતાં તંત્ર મૌન
આ સમાચાર સાંભળો

તાપી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અને પ્રદૂષણ રોકવાની કવાયત વચ્ચે પાલિકાના પોતાના જ પ્રકલ્પમાંથી ગંદુ પાણી તાપી તરફ જતું હોવાની ગંભીર ફરિયાદે તંત્રની કામગીરી સામે સવાલ ઊભો કર્યો છે. રાંદેર ઝોનના પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી નીકળતું ગંદુ પાણી નજીક આવેલા સ્ટોર્મ ડ્રેનેજના ચેમ્બર મારફતે તાપી નદી સુધી પહોંચતું હોવાની ફરિયાદ છે. સામાન્ય મિલકતોમાં ગટરનું પાણી વરસાદી ગટરમાં પહોંચતું હોવાનું જણાય તો પાલિકા દંડ અને કાર્યવાહી કરે છે, ત્યારે પોતાના જ કોમ્પલેક્સમાંથી આવી સ્થિતિ હોવાની ફરિયાદ છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનું સામે આવતા નિયમોના અમલમાં પાલિકાની બેવડી નીતિ તો નથીને તેવો સવાલ ઊભો થયો છે.

 સામાન્ય મિલકતો સામે દંડની કાર્યવાહી કરતું પાલિકા તંત્ર પોતાના જ પ્રકલ્પ માંથી ગંદુ પાણી તાપી તરફ જતું હોવાની ફરિયાદમાં કાર્યવાહીથી કેમ દૂર રહ્યું તે સવાલ હવે વધુ ગંભીર બન્યો છે. રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર પાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આવેલું છે. આ કોમ્પલેક્સમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. 

ફરિયાદ મુજબ કોમ્પલેક્સનું ગંદુ પાણી નજીક આવેલા સ્ટોર્મ ડ્રેનેજના ચેમ્બર સુધી પહોંચે છે અને આ જ સ્ટોર્મ ડ્રેનેજનું પાણી આગળ તાપી નદી તરફ જાય છે. એટલે તાપીને પ્રદૂષણમુક્ત કરવાની કવાયત વચ્ચે પાલિકાના જ પ્રકલ્પમાંથી નીકળતું ગંદુ પાણી વરસાદી પાણીના નિકાલના નેટવર્કમાં ભળતું હોય તો તે સમગ્ર વ્યવસ્થાની કામગીરી સામે જ સવાલ ઊભો કરે છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેનેજ ની અલગ નેટવર્ક છે, જ્યારે ઘરેલું અને અન્ય ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થા અલગ છે. બંને વ્યવસ્થાને અલગ રાખવાનો મુખ્ય હેતુ વરસાદી પાણી સાથે ગંદા પાણીનું મિશ્રણ અટકાવવાનો અને વરસાદી પાણીના નિકાલને પ્રદૂષિત થતું અટકાવવાનો છે. આમ છતાં કોઈ મિલકતમાંથી ગંદા પાણીનું જોડાણ સ્ટોર્મ ડ્રેનેજમાં મળી આવે તો તે સામે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.
પરંતુ પાલિકાના જ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અંગે થયેલી ફરિયાદ વધુ ગંભીર બની છે. સામાન્ય મિલકત ધારકો દ્વારા સ્ટોર્મ ડ્રેનેજમાં ગંદા પાણીનું જોડાણ કરવામાં આવે તો નિયમોના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે પાલિકાની માલિકીના અને પાલિકા દ્વારા સંચાલિત પ્રકલ્પમાં જ આવી ખામી હોવાની ફરિયાદ બાદ પણ સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે તાપીમાં જતું ગંદુ પાણી અટકતું નથી. 

તાપી નદીના પ્રદૂષણને અટકાવવા માટે પાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ગંદા પાણીનું શુદ્ધિકરણ કરીને જ નદીમાં છોડવા, ગેરકાયદે જોડાણો શોધવા અને સ્ટોર્મ ડ્રેનેજમાં ગંદા પાણીના પ્રવાહને અટકાવવા માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પાલિકાના જ પ્રકલ્પમાંથી ગંદુ પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં પહોંચતું હોવાની ફરિયાદ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. સામાન્ય મિલકતોમાં સ્ટોર્મ ડ્રેનેજમાં ગટરનું પાણી પહોંચતું હોય તો કાર્યવાહી કરતું તંત્ર પોતાના જ પ્રકલ્પ અંગેની ફરિયાદમાં શું પગલાં લે છે તે હવે મહત્વનું બન્યું છે. એક તરફ તાપીને શુદ્ધ કરવાની અને નદીમાં પ્રદૂષણ ઘટાડી શુદ્ધ પાણી છોડવાની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાલિકાના જ પ્રકલ્પમાંથી ગંદુ પાણી સ્ટોર્મ ડ્રેનેજ મારફતે તાપી તરફ જતું હોવાની ફરિયાદ હોય તો ફરિયાદની તટસ્થ તપાસ કરી જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો