મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર, તાપી કિનારાના લોકોને હાલ રાહત

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી છે. ડેમની હાલની સપાટી 3

તસવીર: gstv

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી છે. ડેમની હાલની સપાટી 335.08 ફૂટ નોંધાઈ છે, જ્યારે રૂલ લેવલ 335 ફૂટનું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 23,100 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આવક સામે તેટલું જ પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. હાઈડ્રો પાવરના ચાર યુનિટ અને કેનાલ મારફતે કુલ 23 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ચાલુ સિઝનમાં હજુ સુધી ડેમના દરવાજા એકપણ વખત ખોલવામાં આવ્યા નથી. જેના કારણે હાલ તાપી નદી કિનારે વસવાટ કરતા લોકોને રાહત છે.

આ સમાચાર શેર કરો