VIDEO: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયુ, સુરતમાં દેખાયુ તાપીનું રૌદ્ર સ્વરૂપ
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સત

દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી ડેમની સપાટી 320.82 ફૂટે પહોંચી છે.બીજી તરફ, રાંદેર સ્થિત વિયર-કમ-કોઝવેની સપાટી ભયજનક 6 મીટરના સ્તરને વટાવીને 7.90 મીટરે પહોંચતાં કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. કોઝવેમાંથી તાપી નદીમાં 1 લાખ 11 હજાર 223 ક્યુસેક પાણીનો આઉટફ્લો થતાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બંને કાંઠે વહી રહી છે.




