મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપી જિલ્લામાં સતત વરસાદને કારણે ઐતિહાસિક ડોસવાડા ડેમ ચાલુ સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા છૂટાછ

તસવીર: gstv

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા છૂટાછવાયા વરસાદના પગલે રજવાડી સમયનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ફરીથી છલકાઈ ગયો છે. ડેમ તેની નિર્ધારિત સપાટીથી એક ઇંચ ઓવર ટોપ થતાં પાણીના આહલાદક અને મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેને નિહાળવા માટે આસપાસના સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ડેમ છલકાવાથી આગામી એક વર્ષ માટે સોનગઢ અને વ્યારા તાલુકાના આશરે ૧૭ જેટલા ગામો માટે સિંચાઈ તેમજ પીવાના પાણીનો પૂરતો જથ્થો સુરક્ષિત રીતે ઉપલબ્ધ થઈ ગયો છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો