મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપી જિલ્લાના સૌથી ધનિક ગણેશજી તરીકે ખ્યાતનામ વ્યારાના માલીવાડ ચા રાજાના દર્શને ઉમટ્યા ભક્તો

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજ

તસવીર: gstv

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે વ્યારા સ્થિત ગુજરાત ગણેશ મંડળના 'માલીવાડ ચા રાજા' તાપી જિલ્લાના સૌથી ધનવાન ગણેશજી તરીકે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વર્ષ ૧૯૫૪થી સ્થાપિત આ મંડળે ૭૩મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતાં ચઢાવા રૂપે અર્પણ કરાયેલું ચાંદી અત્યાર સુધીમાં ૨૫ કિલો જેટલું થઈ ગયું છે. 'ઇચ્છાપૂર્તિ બાપ્પા' તરીકે ઓળખાતા આ માલીવાડ ચા રાજાના દર્શનાર્થે અને માનતા પૂરી કરવા વ્યારા સહિત દૂર-દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

આ સમાચાર શેર કરો