દાહોદ: બાવકામાં શ્વાનનો આતંક, 8 લોકો સહિત 10 પશુઓને ભર્યા બચકા, ગ્રામજનોમાં ભયનો માહોલ
રાજ્યના વિવિધ શહેરોમાં વખતો વખત રખડતા શ્વાનના આંતકના અહેવાલ સામે આવતા રહે છે, ત્યારે દાહોદના બાવકા ગામમાં હડકાયા શ્વાન

રાજ્યના વિવિધ શહેરોમાં વખતો વખત રખડતા શ્વાનના આંતકના અહેવાલ સામે આવતા રહે છે, ત્યારે દાહોદના બાવકા ગામમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે.
શ્વાને 7થી 8 લોકોને ભર્યા બચકા
શ્વાને ગામની મહિલાઓ બાળકો સહિત સાત થી આઠ લોકો પર હુમલો કર્યો હતો. આ તમામ લોકોને બચકા ભર્યા હતા. શ્વાનના આતંકના કારણે લોકો ઘરની બહાર પણ નીકળતા ડરી રહ્યા છે.
શ્વાને 10 પશુઓને પણ બચકા ભર્યા
તો બીજી તરફ આ શ્વાને 10 પશુઓને પણ બચકા ભર્યા હતા. તો બીજી તરફ ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.






