મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં થાઈ ગર્લને રંગેરેલિયા માટે લાવનાર ડોક્ટર સસ્પેન્ડ, કરાશે ખાતાકીય તપાસ 

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઈ ગર્લને લઈન

સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં થાઈ ગર્લને રંગેરેલિયા માટે લાવનાર ડોક્ટર સસ્પેન્ડ, કરાશે ખાતાકીય તપાસ 

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઈ ગર્લને લઈને ભારે હોબાળો મચ્યો હતો. જેના આધારે એક ટીમ પણ તપાસ માટે મૂકાઈ હતી. આ ટીમે ગતરોજ અધૂરો રિપોર્ટ મૂક્યા બાદ આજે ફરી પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ રિપોર્ટમાં ઓર્થો વિભાગનો ડોક્ટર ઋત્વિક દરજી પ્રાથમિક તબક્કે કસૂરવાર હોવાથી તેની સામે કોરડો વિંજવામાં આવ્યો હતો. અગાઉ 6 મહિના માટે સસ્પેન્ડ થયેલો ડોક્ટર દરજી રિપોર્ટની સાથે ફરીથી સસ્પેન્ડ કરાયો છે. સાથે જ ખાતાકીય તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. 

પૂરાવાના આધારે સસ્પેન્ડ

ડૉક્ટર ઋત્વિજ દરજીના રંગરેલિયા પ્રકરણમાં 5 સભ્યોની તપાસ સમિતિ નીમાઈ હતી. સમિતિમાં વોર્ડન, રેક્ટર, સિક્યુરિટી ગાર્ડ તેમજ અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી. સાથે જ દસ્તાવેજી પૂરાવા સાથેનો રિપોર્ટ કમિશનરને સબમિટ કર્યો છે. જે પ્રકારના પૂરાવા  અને નિવેદનો મળ્યા તેના આધારે રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

તમાચાથી કાળો કાંડ બહાર આવ્યો

સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ડો.ઋત્વિક દરજી દ્વારા રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જોકે, ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝઘડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો. જેને લઈને અસ્તવ્યસ્ત કપડા સાથેની હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી. જેને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો. કોલેજ કેમ્પસના CCTVમાં સમગ્ર કાંડ કેદ થયો હતો.

સસ્પેન્શન લેટર અપાશે

ડૉ. રાજેન્દ્ર જોશીએ કહ્યં કે, આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવાઈ હતી. સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો. તે વિદ્યાર્થીને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવશે. જે રિપોર્ટ સોપવામાં આવ્યો છે. તેની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસમાં તેને કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. તેનો નિર્ણય લેવામાં આવશે. તપાસ સમિતિનો રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી. પરંતુ, જે માહિતી મારી પાસે છે. તેના આધારે તેને હાલ જ સસ્પેન્શનનો લેટર આપવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે, ડો.દરજીને અગાઉ પણ રેગિંગને લઈને છ મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો.

આ સમાચાર શેર કરો