મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શ્રમજીવી પરિવારના બાળકોના દિલમાં પ્રગટાવાયા દિવાળીના દિવા, નવા કપડાની સાથે અપાઈ મીઠાઈ

શ્રમજીવી પરિવારમાં રહેતા લોકો માટે દિવાળીનું પર્વ ખરેખર પ્રકાશમય જાય તે માટેનો પ્રયાસ સુરતમાં કરવામ

સુરતમાં શ્રમજીવી પરિવારના બાળકોના દિલમાં પ્રગટાવાયા દિવાળીના દિવા, નવા કપડાની સાથે અપાઈ મીઠાઈ

શ્રમજીવી પરિવારમાં રહેતા લોકો માટે દિવાળીનું પર્વ ખરેખર પ્રકાશમય જાય તે માટેનો પ્રયાસ સુરતમાં કરવામાં આવ્યો છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોના દિલમાં દિવાળીના દિવા પ્રગટાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. શ્રમજીવી પરિવારના બાળકોને કપડાની દુકાન લઈ જઈને કપડા અપાવવાની સાથે સાથે મીઠાઈના બોક્સ આપવામાં આવ્યા હતાં. જેથી દિવાળીની રોશની બાળકોના ચહેરા પર જોવા મળી હતી.

તહેવારની ખુશી વહેચાઈ

શ્રમજીવી પરિવારને દિવાળી જેવા તહેવારની ઉજવણીમાં કરવી ભારે કપરી રહેતી હોય છે. તહેવારોમાં તેમના બે છેડાં માંડ ભેગા થતા હોય છે. કોઈ પાસે હાથ ન લંબાવતા ખુદ્દાર શ્રમિક વર્ગના બાળકો આ ઉજવણીઓને બસ પોતાની નરી આંખે જોવા સિવાય કંઈ કરી શકતા નથી. ત્યારે આ બાળકોના હામી બનવાનો પ્રયત્ન પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા બાળકો માટે અનોખી દિવાળી ઉજવવામાં આવી હતી.

બાળકોના ચહેરા પર જોવા મળ્યું સ્મીત

ખટોદરા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શ્રમજીવી પરિવારના બાળકો માટેનો વિચાર પોલીસ કર્મચારીઓ સામે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોન્સ્ટેબલથી પીઆઈ સહિતનાએ આ વિચારને વધાવી લીધો હતો. એટલું જ નહીં પરંતુ શ્રમજીવી પરિવારના બાળકોને પોલીસ સ્ટેશન લઈ જઈને મનપસંદ કપડા અપાવવામાં આવ્યા હતાં. સાથે જ તેમને મીઠાઈના બોક્સ આપવામાં આવ્યા હતાં.

આ સમાચાર શેર કરો