મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ વડાએ 100થી વધુ પોલીસકર્મીઓ સામે લીધા સખ્ત પગલાં, જાણો શું છે કારણ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સખ્ત પગલાં ભર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે &n

સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ વડાએ 100થી વધુ પોલીસકર્મીઓ સામે લીધા સખ્ત પગલાં, જાણો શું છે કારણ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સખ્ત પગલાં ભર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લામાં મનસ્વી રીતે પોલીસ પરેડમાં ગેરહાજર રહેનાર 100થી વધુ પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ સખ્ત પગલાં ભરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

અમુક પોલીસ કર્મચારીઓ જાણી જોઈ પરેડમાં હાજર રહેતા નથી

ઉલ્લેખનીય છે કે  પોલીસ ફોર્સમાં નિયત મુદ્દત ઉપર પરેડ કરવી ફરજિયાત હોય છે. છતાં પણ અમુક પોલીસ કર્મચારીઓ જાણી જોઈ પરેડમાં હાજર રહેતા નથી. આ મામલો જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલનો ગોરખધંધો, નોર્મલ ડિલિવરી કહી સિઝેરિયન કરી દેતા પ્રસુતાની તબિયત બગડી

પરેડમાં ગેરહાજર રહેનાર 100 વધુ પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યા 

 જિલ્લા પોલીસ વડાએ આ મુદ્દે કડક વલણ અપનાવી પરેડમાં ગેરહાજર રહેનાર 100 વધુ પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યા છે.

આ સમાચાર શેર કરો