સુરતમાં કાળઝાળ ગરમીમાં શ્રમિકોને ભરબપોરે અમૃતનો ઓડકારનો અહેસાર, રોજના 5 હજાર ગ્લાસ છાસનું વિતરણ
સુરત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારાએ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ

સુરત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારાએ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ ગરમીમાં શ્રમિકોને અમૃતનો ઓડકાર કરાવવા માટે જાહેર રસ્તા પર છાસ વિતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોટરેક્ટ કલબ ઓફ સચિન દ્વારા છેલ્લા એક મહિનાથી રસ્તા પરથી પસાર થતાં શ્રમિકોમાં છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં પસાર થતાં લોકોને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શિતળતાનો અહેસાસ કરાવવા પ્રયાસ
અમૃતના ઓડકાર પ્રોજેક્ટ અંગે રોટરેક્ટ કલબ ઓફ સચિનના પ્રેસિડન્ટ નિરલ વિનુભાઈ અકબરીએ કહ્યું કે, અમારી સંસ્થાના દરેક સભ્યો દ્વારા ઉનાળાની ગરમીમાં શરીર ડિહાઈડ્રેટ ન થાય તે માટે છાસનું છેલ્લા 3 વર્ષથી વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે બપોરના સમયે રોજના 5 હજાર ગ્લાસ છાસનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થાના સભ્યો દ્વારા જ રસ્તા પર ઉભા રહીને લોકોને છાસ પીવડાવવામાં આવે છે. ત્યારે કાળઝાળ ગરમીમાં તેમના ચહેરા પર જે શિતળતાનો અહેસાસ જોવા મળે છે. તેના કારણે નવી ઉર્જા મળે છે. છેલ્લા એક મહિનાથી ચાલતો આ પ્રોજેક્ટ ગરમી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે.
સ્વચ્છતાનો ખ્યાલ રખાયો
સુદીપ પટવાએ કહ્યું કે, 1 મેથી આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવ્યો છે. કાળઝાળ ગરમી પડી રહી છે. 40થી વધુ ડિગ્રી તાપમાનમાં રસ્તા પર ઉભા રહીને પસાર થતાં લોકોને છાસ પીવડાવવામાં આવી રહી છે. મહિનામાં દોઢથી બે લાખ લોકોએ છાસ પીને અમૃતનો ઓડકાર પામ્યા છે. અમારો પ્રયાસ છે કે આ ગરમીમાં લોકોને રાહત પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. રોજ આટલી સંખ્યામાં લોકોને છાસ પીવડાવવા છતાં એક ગ્લાસ પણ રસ્તામાં ન પડ્યો રહે તે પ્રકારની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
શ્રમિકોને રાહતનો અહેસાસ
રોજે રોજ બપોરે છાસ પીવા આવનાર શ્રમિક મહંતો દેવેશે કહ્યું કે, ગરમી ખૂબ પડી રહી છે. ત્યારે ઠંડકની સાથે શરીરને નવી ઉર્જા આપતી છાસ પીવા માટે હું રોજ અહિં આવું છું. મારા પરિવાર સાથે અમે અહિં કામ કરીએ છીએ. ત્યારે બપોરે જમ્યા બાદ અમે છાસ ખરીદવા સક્ષમ નથી. પરંતુ અહિં મળતી છાસ અમને અને અમારા પરિવારને ખૂબ રાહત આપે છે.








