મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસાની યુવતીને બસ ડ્રાઈવર સાથે મિત્રતા કરવી પડી ભારે, નરાધમે ધમકી આપી આચર્યું દુષ્કર્મ

ડીસામાં મિત્રતાને શર્મશાર કરતી ઘટના સામે આવી. જેમાં યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરનાર બસના ડ્

ડીસાની યુવતીને બસ ડ્રાઈવર સાથે મિત્રતા કરવી પડી ભારે, નરાધમે ધમકી આપી આચર્યું દુષ્કર્મ

ડીસામાં મિત્રતાને શર્મશાર કરતી ઘટના સામે આવી. જેમાં યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરનાર બસના ડ્રાઈવર ઇમરાન હુસેન નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. લકઝરી બસના ડ્રાઈવર ઇમરાન હુસેને ધોરી ડીસાની યુવતીની સાથે મિત્રતા કર્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી.

ડ્રાઈવર ઇમરાન હુસેને ડીસાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી

ધાકધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પીડીત યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે ગણતરીના કલાકોમાં આરોપીને વડોદરાના કણઝર ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો.

વાંરવાંર આચર્યું દુષ્કર્મ

આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા.આરોપી ઈમરાન કાસમહુસેન ધોરી અન્ય ત્રણથી ચાર યુવતીઓના સંપર્કમાં પણ હોવાનું પુછપરછ દરમિયાન સામે આવ્યું છે

આ સમાચાર શેર કરો