અમદાવાદને 'ઉમલિંગ લા' સમજી બેઠા ટીકુ તલસાણીયા? બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થતાં વિવાદમાં
ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્ટાર કાસ્ટ વિવાદમાં આવ્યા છે. ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્
ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્ટાર કાસ્ટ વિવાદમાં આવ્યા છે. ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઈક સ્ટંટ કરવાના મામલે પ્રેમ ગઢવી, માનસી પારેખ અને અભિનેતા ટીકુ તલસણીયા પણ વિવાદમાં ફસાયા છે. આ ખતરનાક અને બેજવાબદાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ બે અભિનેતા અમદાવાદ પોલીસ સમક્ષ હાજર થયા છે.
તો શું અભિનેતા ટીકુ તલસાણીયા અમદાવાદને 'ઉમલિંગ લા' સમજી બેઠા?
ઉલ્લેખનીય છે કે અભિનેતા ટીકુ તલસાણીયાએ GSTVની થોડાક સમય પહેલા મુલાકાત કરી હતી. ત્યારે તે સમય દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે બાઈક રાઈડર છો અને ક્યાં જવાની ઈચ્છા ધરાવો છે, તે સમયે તેમણે ઉમલિંગ લા જવાની ઈચ્છા ધરાવી હતી. ગત રોજ ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટે જાહેર રોડ પર જોખમી બાઈક સ્ટંટ કર્યા હતા. તો શું અભિનેતા ટીકુ તલસાણીયા અમદાવાદને 'ઉમલિંગ લા' સમજી બેઠા.
ચાલુ બાઈક પર ઊભા સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ચાલુ બાઈક પર ઊભા સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોડી રાત્રે પોલીસે મોટરસાયકલના નંબર અને સ્થળની ઓળખ કરી હતી. સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો.
ઉમલિંગ લા ક્યાં આવ્યું છે?
ભારતના લદ્દાખ વિસ્તારમાં કોયુલ લુંગપા અને સિંધુ નદી વચ્ચેની પહાડી રેખા પર આવેલો પર્વતીય માર્ગ છે. ઉમલુંગ ઝરણું ૫,૬૪૦ મીટરની ઊંચાઇથી વહીને કોયુલ લુંગપામાં વહેતી કિંગદુલ નદીની ઉપનદી અને સિંધુ નદીમાં ભળી જાય છે. ઉમલિંગ લા ચિસુમલે અને ડેમચોક વચ્ચે આવેલો છે, જેને ઉમલિંગ લા માર્ગ પણ કહેવામાં આવે છે, આ ઘાટ 5,798.251 મીટર (19,024 ફૂટ 0.73 ઇંચ)ની ઊંચાઈ પર પસાર થાય છે, જે તેને વિશ્વનો સૌથી ઊંચો વાહન માર્ગ બનાવે છે.





