મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શું દસાડામાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ અધિકારી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા?

સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં

તસવીર: GSTV

સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગરના દસાડામાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ અધિકારી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.શું પોલીસમાં નોકરી કરવી હોય તો રાજનેતાઓ થી ડરવું પડશે તેમના ઈશારે કામ કરવું પડશે તેવી અટકળોની ચર્ચાઓ સુરેન્દ્રનગરમાં  ચાલી રહી છે. 

દસાડા PIની અચાનક કરાઈ બદલી

દસાડા PI વાય.જી. ઉપાધ્યાયની અચાનક સાયલા ખાતે બદલી કરી દેવામાં આવતા સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ થઈ રહી છે. દારૂ પીધેલા શખ્સોને છોડાવવા પોલીસ સાથે ઘર્ષણ કરનારા તત્વોના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા હોવાના આક્ષેપ છે.

રાજકીય દબાણને વશ થઈને જ આ બદલી કરવામાં આવી હોવાનો ઘાટ સર્જાયો

રાજકીય દબાણને વશ થઈને જ આ બદલી કરવામાં આવી હોવાનો ઘાટ સર્જાયો છે. આટલું જ નહીં, હવે ફરજમાં રૂકાવટનો કેસ પણ પરત ખેંચવા માટે ધમપછાડા શરૂ થયા છે. 

આ સમાચાર શેર કરો