મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શું રૂપાલા વિવાદમાં અસંતુષ્ટોએ રચ્યો મોટો ખેલ? આ રમતના ખલનાયક કોણ? ભાજપે ગુપ્ત રીતે આદરી તપાસ

લોકસભાની ચૂંટણી સમયે

શું રૂપાલા વિવાદમાં અસંતુષ્ટોએ રચ્યો મોટો ખેલ? આ રમતના ખલનાયક કોણ? ભાજપે ગુપ્ત રીતે આદરી તપાસ

લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપ ભેરવાયુ છે, કેમકે ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. હવે ઉમેદવારના ફોર્મ ભરવાની ઘડી નજીક આવી છે ત્યારે હજુ આ મામલો થાળે પડી શક્યો નથી. જોકે, એવી વાત બહાર આવી છે કે ક્ષત્રિય આંદોલનને પાછલા બારણે પ્રોત્સાહન આપનારાં અન્ય કોઇ નહી પણ ખુદ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે.

આ આખાય પ્રકરણમાં એક પૂર્વ મંત્રી ઉપરાંત પાંચેક અન્ય નેતાઓની સંડોવણી હોવાની ચર્ચા છે. આ વાતની જાણ થતા જ ખુદ ભાજપનું મોવડીમંડળ પણ ચોંકી ઉઠ્યું છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાર્ય જેવી સ્થિતી સર્જાઇ છે.

રૂપાલા ટિપ્પણી વિવાદને લઈને હવે હાઈકમાન્ડે આખોય મામલો હાથમાં લીધો

રૂપાલા ટિપ્પણી વિવાદને લઈને હવે હાઈકમાન્ડે આખોય મામલો હાથમાં લીધો છે. ક્ષત્રિયોને આગળ ધરીને ભાજપને ભીંસમાં મૂકનારાં અસંતુષ્ટ નેતાઓ હાઈકમાન્ડના રડારમાં આવ્યા છે. આ જોતાં જ શિસ્તભંગના પગલાં લેવાય તેવી ભીતિને પગલે ભાજપના નેતાઓ જાતે જ ખુલાસા કરવા માંડ્યા છેકે, આ આખાય પ્રકરણમાં મારી કોઈ ભૂમિકા નથી. જો મારી ભૂમિકા સાબિત થાય તો હું રાજકારણ છોડી દઈશ. બે દિવસ પહેલાં જ રાજકોટમાં આવુ જ નિવેદન આપતા ભાજપના નેતા ડો.ભરત બોઘરા ખુદ શંકાના દાયરામાં આવ્યા છે. રૂપાલા પ્રકરણમાં ખુદ ભાજપના જ અસંતુષ્ટ હોવાની વાત બહાર આવતાં હવે શિસ્તભંગનો કોરડો વિંઝાય તે નક્કી છે ત્યારે અસંતુષ્ટએ પાણી વહી જાય તેના પહેલાં ખુલાસા કરીને પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.

પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી પર ક્ષત્રિયો દ્વારા જાહેર સભામાં વિરોધને લઇ ભાજપની ચિંતા વધી છે. શુક્રવારે સી.આર.પાટીલની જામનગર મુલાકાત પહેલા સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવાઇ છે. બુધવારે જામનગરમાં મોદી પરિવારની સભામાં ક્ષત્રિયાણીઓએ હંગામો કર્યો હતો. થોડા દિવસ અગાઉ ખંભાળિયામાં પણ પાટીલની સભામાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.ઓશવાલ સેન્ટર ખાતે શુક્રવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બુથ અને પેજ પ્રમુખો સાથે બેઠક કરવાના છે. કોઈપણ કાર્યકર કે પેજ પ્રમુખોને કાળા કપડા પહેરીને ન આવવા સુચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો