મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બજાણા ગામ હત્યા કેસ: ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે એક આરોપીને આજીવન કેદ અને બીજાને બે વર્ષની સજા ફટકારી

પાટડીના બજાણા ગામમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબત દિકરીના પરિવાર

બજાણા ગામ હત્યા કેસ: ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે એક આરોપીને આજીવન કેદ અને બીજાને બે વર્ષની સજા ફટકારી

પાટડીના બજાણા ગામમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબત દિકરીના પરિવારને ગમતી ન હોવાથી વર્ષ 2018માં ચાર શખ્સોએ યુવાન અને તેના પિતા પર હુમલો કર્યો હતો. જેમાં યુવાનના પિતાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ મામલે ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે એક આરોપીને આજીવન કેદ, એક આરોપીને બે વર્ષની કેદ ફટકારી છે.

પ્રેમલગ્ન કરનાર યુવાનના પિતાની જાહેરમાં હત્યા

 પાટડીના બજાણામાં  રહેત ઈકબાલખાન રહેમતખાન મલેકે ભીખુશા ચાંદશા ફકીરની દિકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 28-5-20218ના રોજ પિતા અને પુત્ર એક હોટલમાં ચા નાસ્તો કરવા રોકાયા હતા. ત્યારે યુવતીના સ્નેહીજનો હનિફખાન હબીબખાન મલેક, મોશીના ભીખુશા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. 

હનિફ ખાને યુવાનના પિતાની છાતીમાં છરીના ઘા માર્યા

આ ઝગડો એ હદે વકર્યો હતો કે બન્ને પક્ષે મારામારી થઈ હતી. તો બીજી તરફ ઉશ્કેરાયેલા હનિફ ખાને યુવાનના પિતાની છાતીમાં વાંરવાર છરીના ઘા માર્યા અને યુવાનને અન્ય ત્રણ શખ્સોએ લાકડીઓ વડે માર માર્યો હતો. ત્યારબાદ યુવાનના પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતો.

ભીખાશા ચાંદશા અને અમજદખાન મલેક નિર્દોષ 

આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. હનીફ મલેકને હત્યાના ગુનામાં દોષીત ઠેરવીને આજીવન કેદ, મોહસીનખાન બીખુશાને બે વર્ષની સજા બીજી તરફ આ કેસમાં ભીખાશા ચાંદશા અને અમજદખાન મલેકને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો