ધોરાજીમાં શાકભાજી વેચનારા 100 પરિવારોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી, જાણો શું છે મામલો
રાજકોટના ધોરાજીમાં શાકભાજી વેચનારા 100 પરિવારોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળ

રાજકોટના ધોરાજીમાં શાકભાજી વેચનારા 100 પરિવારોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. ધોરાજી નગરપાલિકાએ શાકભાજી વેચતા વેપારીઓને જગ્યા ખાલી કરવાનો આદેશ આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ધોરાજી શહેરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં શાકમાર્કેટ ભરાય છે. શાકભાજીના આ વેપારમાં 100થી વધારે પરિવારો જોડાયેલા છે. હવે ધોરાજી નગરપાલિકાએ આ તમામ વેપારીઓને તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે.
નગરપાલિકાની આ નોટિસથી શાકભાજી વેચનારા વેપારીઓ અને તેમના પરિવારો માટે આભ તૂટી પડ્યું છે, કારણ કે નગરપાલિકાએ જગ્યા કહેલી કરવાનું કહી દીધું, પણ વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરી નથી, જેના કારણે 100થી વધારે પરિવારોની રોજી-રોટી છીનવાઈ જવાનું સંકટ ઉભું થયું છે.
આ 100થી વધારે પરિવારોએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવાની માંગ કરી છે. સાથે આ 100થી વધુ પરિવારોએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે.






