મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને ફટકારી આજીવન કેદની સજા

રાજકોટના ધોરાજીમાં ધોરાજી સેશન્સ કોર્ટે ગઈકાલે દુષ્કર્મના કેસમાં પત

ધોરાજી સેશન્સ કોર્ટે  દુષ્કર્મના કેસમાં આરોપીને ફટકારી આજીવન કેદની સજા

રાજકોટના  ધોરાજીમાં ધોરાજી સેશન્સ કોર્ટે ગઈકાલે દુષ્કર્મના કેસમાં પતિ-પત્નીને  10 વર્ષની આકરી કેદની સજા અને રૂપિયા 5000 દંડ ફટકાર્યો હતો. તો આજે દુષ્કર્મના એક કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 

14  વર્ષની સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ

વર્ષ 2022માં આરોપી હરેશ ઉર્ફે હરસીંગ ભયલાભાઈ રાઠવાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 14  વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આ મામલામાં આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.8000નો દંડ ફટકાર્યો,  સાથે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કેમ્પનસેશન સ્કીમ હેઠળ રૂ.7 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 

અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું 

ભોગ બનનાર સગીરા ખેતરમાં તેના પરિવાર સાથે રહેતી હતી. આરોપી તેની જ જ્ઞાતિનો અને પરિચિત હતો. 2-11-2022ના રોહ સગીરા સવારે કુદરતી હાજતે ગઈ હતી ત્યારે આરોપી તેનું અપહરણ કરીને પોતાના ગામ લઇ ગયો હતો અને ત્યાં વારંવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. 

આ સમાચાર શેર કરો