RAJKOT : ધોરાજી કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને ફટકારી 20 વર્ષની સજા
ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લાએ આજરોજ રાજકોટના 24 વર્ષ

ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લાએ આજરોજ રાજકોટના 24 વર્ષીય આરોપી ઇમરાન યુનુસને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારી છે.
આખા કેસની વિગત એવી છે કે અગાઉ ઈકબાલ કાલિયા મેમણ નામનો ઉપલેટાના શખ્સ તેની સાળી ભોગ બનનાર સગીરાની સાથે આશરે 13 વર્ષની ઉમરની હતી ત્યારથી અવારનવાર દુષ્કર્મ કરતો હતો અને તેની સાથે બે વખત ગર્ભપાત પણ કરાવેલો હતો જે અંગે ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો હતો.
ત્યારબાદ આ ભોગ બનનારને હાલના આરોપી ઇમરાન યુનુસ સજ્જાત પોતાની સાથે લઈ ગયેલો હતો અને ભોગ બનનાર 18 વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ કરતો હતો. તેના પરિણામ સ્વરૂપ ભોગ બનનારને એક મૃત બાળકનો જન્મ થયો હતો અને તેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરેલી હતી.
ત્યારબાદ જેલમાંથી ઈકબાલ કાલિયાએ પોક્સો કોડને ઉદ્દેશીને એક પત્ર લખેલો અને કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી આપેલી હતી. તત્કાલીન પ્રિસાઇડિંગ ઓફિસર રાહુલકુમાર મહેશચંદ શર્માએ તાત્કાલિક તપાસનો આદેશ આપેલો જે અન્વયે ઉપલેટા શહેરના તત્કાલીન પીઆઇ કે કે જાડેજાએ તપાસ કરાવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબર ખોદી અને બાળકનો કંકાલ મેળવેલો હતો જેના ડીએનએ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવેલું અને બાદમાં ચાર્જશીટ કરવામાં આવી હતી.
આરોપી ઈમરાન વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થતા ગુનો નોંધાયેલ અને સાયન્ટિફિટ પુરાવાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા અને ભોગ બનનાર યુવતી (હાલ જેના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા છે)એ પોતાની જુબાનીમાં જણાવેલ હતું કે ઈકબાલ કાલિયા મેમણના સગા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી અને તેની સાથે પોતે જ્યારે નિરાશ્રીત હતી ત્યારે રહેતી હતી. ભોગ બનનારે એવું પણ જણાવેલ કે ઇમરાન સાથેના સંબંધના લીધે તેણીને એક મૃત બાળકનો જન્મ થયેલો અને તે ઉપલેટા કબ્રસ્તાનમાં દફન આવે હતું.
આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે આ ભોગ બનનાર છે તે આરોપી પહેલેથી જાણતા હતા, આ કેસ રજીસ્ટર થયા બાદ નામદાર અદાલતે ભોગ બનનારની મરજી પૂછતા તેણી શેલ્ટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં તેણીને લઈ જવામાં આવી હતી અને ત્યાં જ રાખવામાં આવી હતી. આ ભોગ બનનાર સાથે અગાઉના ઈકબાલ કાલીયાના દુષ્કર્માના લીધે એક નાનું બાળક પણ હતું અને ભોગ બનનારની આ દયોનીય સ્થિતિનો લાભ આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે તે હળવાશથી લઈ શકાય નહીં.
બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી નામદાર સેશન્સ જજ હાજી અલી હુસેન મોહીબુલા શેખે ઇમરાન યુનુસ સજ્જાતને 20 વર્ષની સજા અને 5000 રૂપિયા દંડ ફટકાર્યો છે.








