મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: ધાનેરા પોલીસે વાસણ બોર્ડર પાસે ડ્રગ્સ ઝડપી પાડ્યું, એક શખ્સની ધરપકડ

બનાસકાંઠાના ધાનેરા પોલીસે વાસણ બોર્ડર પાસે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ખાનગી બસમાંથી એક ઇસમ પાસેથી ડ

બનાસકાંઠા: ધાનેરા પોલીસે વાસણ બોર્ડર પાસે ડ્રગ્સ ઝડપી પાડ્યું, એક શખ્સની ધરપકડ

બનાસકાંઠાના ધાનેરા પોલીસે વાસણ બોર્ડર પાસે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ખાનગી બસમાંથી એક ઇસમ પાસેથી ડ્રગ્સ ઝડપાયું હતું.  42.84 ગ્રામ ડ્રગ્સ સાથે રૂપિયા 43,4440ના મુદામાલ સાથે એક ઇસમની પોલીસે અટકાયત કરી છે. ધાનેરા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

અમદાવાદમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદમાં યુવાનોને નશામાં ધકેલતું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. એક કિલો એમડી ડ્ર્ગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.  

ટ્રક ભરીને 200 કિલો ગાંજો ગુજરાતમાં ઘૂસાડાયો હતો

 

ગુજરાતમાં ઓડિશાથી ટ્રક મારફતે 200 કિલો ગાંજો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાત આરોપીની ધરપકડ કરી હતી. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ 200 કિલો ગાંજો અમદાવાદમાં લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં એમડી ડ્રગ્સ સૌથી વધુ વેચાય છે

અમદાવાદમાં એમડી ડ્રગ્સનો સૌથી વધુ વપરાશ થાય છે. અમદાવાદમાં સપ્લાય ચેઇનમાં 300થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે જેના દ્વારા દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સહિતના દૂષણને કાબુમાં કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેડલર્સને શોધવા માટે અને આ નેટવર્કને તોડવા માટે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો