મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધંધુકા: રૂપાલાના વિરોધમાં આજે સાંજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, રાજવી પરિવાર સહિત સમાજના આગેવાનો રહેશે હાજર

રાજકોટના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજે ધંધુકા ખાતે ક્ષત્રિય

ધંધુકા: રૂપાલાના વિરોધમાં આજે સાંજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, રાજવી પરિવાર સહિત સમાજના આગેવાનો રહેશે હાજર

રાજકોટના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજે ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે. ધંધુકામાં ઘરડાઘર પાસે આવેલા ચામુંડા માતાજી મંદીર પાસેના ગ્રાઉન્ડમાં આ મહાસંમેલન યોજાશે. મળતા અહેવાલ પ્રમાણે આઠથી દસ હજાર ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં હાજર રહે તેવી ધારણા છે.

આ મહાસંમેલનમાં રાજવી પરિવાર, કરણી સેના સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો રહેશે. આ સંમેલનને લઇ ધંધુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. તો બીજી બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો છે.

ગત રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહા રેલી યોજાઈ હતી. લોકસભા-2024ની ચૂંટણીમાં ભાજપ અને રૂપાલાને દેખાડી દેવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. પ્રતિજ્ઞા એ લેવડાવામાં આવી હતી કે ‘જો રૂપાલાને ઉમેદવાર તરીકે નહીં હટાવાય તો ગુજરાતમાં ભાજપની એક પણ સીટ પર ક્ષત્રિય સમાજ મતદાન નહી કરે’. ક્ષત્રિય સમાજ રાજ્યમાં અનેક જગ્યાએ બેનરો લગાવીને રૂપાલાનો વિરોધ નોંધાવી રહ્યા છે, તો બીજી તરફ  રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના જૌહરની જાહેરાત પણ કરી છે.

આ સમાચાર શેર કરો