Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: Devotees flock to Dwarkadhish Temple on Jyeshtha Purnima

VIDEO: જ્યેષ્ઠ પૂર્ણિમાએ દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આજે જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ દ્વારકાધીશના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. કીર્તિ સ્તંભથી લઈને છપ્પન સીડી, મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર સુધી ભક્તોની ભીડ જામી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ 'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. આજના દિવસે ઠાકોરજીના દર્શન કરીને હજારો શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું છે. પૂર્ણિમા નિમિત્તે મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભક્તોએ મોટી સંખ્યામાં આવીને શ્રીજીના આશીર્વાદ મેળવ્યા હતા.

App Store
ટોપિક્સ:DWARKAdwarkadhish temple