Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: Aam Aadmi Party's Grand 'Support March' in Support of Chaitar Vasava

VIDEO: ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની ભવ્ય 'સપોર્ટ માર્ચ'

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખંભાળિયા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ 'સપોર્ટ માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોધપુર ગેટથી નગર ગેટ સુધી યોજાયેલી આ પદયાત્રામાં દ્વારકા જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. શાંતિપૂર્ણ અને લોકશાહી માહોલમાં સંપન્ન થયેલી આ માર્ચ દરમિયાન કાર્યકરોએ 'ભારત માતા કી જય' અને 'ઇન્કલાબ જિંદાબાદ'ના નારા લગાવી ભાજપ સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જે લોકશાહીમાં ક્યારેય સ્વીકાર્ય નથી. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ખેડૂતો, આદિવાસીઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોના હક્કોની લડાઈ અવિરત ચાલુ રહેશે. સરકારની કોઈપણ દમનકારી નીતિ સામે લોકશાહી માર્ગે લડત આપી જનતાના પ્રશ્નોને વાચા આપવાનો પાર્ટીએ મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પદયાત્રાથી સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

App Store