મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીમાં ભરેલા તળાવ છતાં ખેડૂતો પાણીથી વંચિત, રીપેરીંગની કામગીરી ચાલે છે ગોકળ ગતિએ

નસવાડી તાલુકાના લિન્ડા તળાવ છલોછલ ભરેલું હતું. જયારે સિંચાઈ વિભાગે આ તળાવ રીપેરીંગનું કામ 1 કરોડ 22 લાખ

નસવાડીમાં ભરેલા તળાવ છતાં ખેડૂતો પાણીથી વંચિત, રીપેરીંગની કામગીરી ચાલે છે ગોકળ ગતિએ

નસવાડી તાલુકાના લિન્ડા તળાવ છલોછલ ભરેલું હતું. જયારે સિંચાઈ વિભાગે આ તળાવ રીપેરીંગનું કામ 1 કરોડ 22 લાખના ખર્ચે મંજુર કર્યું હતું. પરંતુ ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી માટી કામ પથ્થર પીચીંગ તેમજ અન્ય કામગીરી બાકી છે. 10 માસમાં 67 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે હજુ 65 લાખ ઉપરાંતનો ખર્ચ કરવાનો બાકી છે. હવે ટેન્ડરની મુદ્દત પુરી થવામાં 2 માસનો સમય બાકી છે. જયારે હાલ કામગીરી કરવામાં આવી છે. તેમાં ઈજેનરોએ તળાવમાંથી કેનાલમાં પાણી છોડવા માટે પાઈપલાઈન કરી કુવા બનાવ્યા છે. જેમાં કેનાલમાં પાણી જવા માટે તળાવમાં એક કૂવો બનાવ્યો છે. જેમાં પાઇપ નાખવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ સુરત બન્યું નકલી ડોક્ટરનું હબ! બોગસ સર્ટીફિકેટના આધારે પ્રેક્ટિસ કરતાં વધુ 3 દબોચાયા

કેનાલમાં પાણી છોડાતું નથી

તળાવનું જમીનનું લેવલ અને પાઇપનો અંતર એક મીટર જેટલું છે. જયારે આગામી વર્ષોમાં ડુંગરોમાંથી પાણી માટી સાથે આવે અને તળાવમાં કાપ ભરાઈ ત્યારે આ લાઈનમાં માટી ભરાઈ જવાનો ડર રહેશે. ઈજેનરોએ આની કાળજી લીધી નથી. આ બાબતે ધ્યાન આપ્યું હોત તો ભવિષ્યમાં ખેડૂતોને મુશ્કેલી ના પડત જયારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવ રીનોવેશનની કામગીરી ધીમી ચાલતી હોવાથી આ વર્ષે તળાવમાંથી કેનાલમાં પાણી ના છોડતા પાંચ ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી ના મળ્યું જયારે હજુ કેનાલો રીપેરીંગ માટે પણ સિંચાઈ વિભાગે સરકાર પાસે ગ્રાન્ટ માંગી છે, જયારે લિન્ડા તેમજ આસપાસના ગામોમાં નર્મદા નિગમની કેનાલ પણ આવેલી છે.

પાક નિષ્ફળ જવાની ભીતિ

ખેડૂતોના ખેતરોમાં પણ પાણી આવતું નથી. જેના કારણે ખેડૂતો બોરના પાણીની ખેતીથી સિંચાઈ કરતા હતા. પરંતુ ઉનાળાની શરૂઆતમાં આ વિસ્તારોમાં ખેડૂતોના પાક સુકાઈ જાય છે. ત્યારે ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. સરકારે કરોડો રૂપિયા ગ્રાન્ટ તળાવ ના રીનોવેશન માટે આપી હતી. પરંતુ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેવી રીતના કામગીરી સિંચાઈ વિભાગે કરાવી હોત તો ખેડૂતોને રાહત મળત. આ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ના મળતા શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. 

આ સમાચાર શેર કરો