મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં એઇડ્સના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, દેશમાં સાતમા ક્રમે

Despite spending crores, AIDS patients in Gujarat continues to increase, | Ahmedabad News : ગુજરાતમાં એચઆઇવી એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધીને 1.04 લાખ થઇ

કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં એઇડ્સના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, દેશમાં સાતમા ક્રમે

Ahmedabad News : ગુજરાતમાં એચઆઇવી એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધીને 1.04 લાખ થઇ ગઇ છે. એઇડ્‌સના સૌથી વઘુ દર્દીઓની સંખ્યા ધરાવતા રાજ્યમાં ગુજરાત સાતમાં સ્થાને છે. છેલ્લા પાંચ વર્ષમાં એઇડ્‌સથી ગુજરાતમાં 3600 થી વઘુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2020-21 માં એઇડ્‌સના દર્દીઓની સંખ્યા 90541 હતી. આ પછી એઇડ્‌સના દર્દીઓની સંખ્યામાં તબક્કાવાર વધારો થતો ગયો છે. 

વર્ષાનુસાર ચોંકાવનારા આંકડા

ગુજરાતમાં વર્ષ 2020માં 1893, વર્ષ 2021માં 2507, વર્ષ 2022માં 2408, વર્ષ 2023માં 2671, વર્ષ 2024માં 2362 નવા દર્દી નોંધાયા હતા. એઇડ્‌સથી વર્ષ 2020માં 509, વર્ષ 2021માં 810, વર્ષ 2022માં 857, વર્ષ 2023માં 800 અને વર્ષ 2024માં 697ના એઇડ્‌સથી મૃત્યુ થયા હતા. આમ, એઇડ્‌સથી પાંચ વર્ષમાં 3673ના મોત થયા છે. સમગ્ર દેશમાં એઇડ્‌સથી એક વર્ષમાં 32162 વ્યક્તિના મોત થયા છે. 

આ 6 જિલ્લા હાઇ રિસ્ક ઝોન

ગુજરાત સ્ટેટ એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં એઇડ્‌સનો પ્રિવેલન્સ રેટ 0.20 ટકા  અને ગુજરાતમાં 0.18 ટકા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર એમ 6 જિલ્લાને હાઇ પ્રાયોરિટી હેઠળ મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં 261 આઇ.સી.ટી.સી. અને 2466 એફ.આઇ.સી.ટી.સી.માં એચઆઇવીની નિઃશુલ્ક પરામર્શ અને તપાસની સુવિધા ઉપલબ્ધ છે. 

કઇ રીતે થયો એઇડ્સ

કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે વર્ષ 2024-25માં એઇડ્‌સના નવા કેસમાં 73.70 ટકા હેટ્રોસેક્યુઅલ, 5.40 ટકા હોમોસેક્યુઅલ હતા. 11.5 ટકાને સિરિન્જ-નિડલ્સથી જ્યારે 3.5 ટકામાં માાતામાંથી બાળકમાં એઇડ્‌સનું નિદાન થયું હતું. 1.20 ટકામાં બ્લડ દ્વારા એઇડ્‌સ થયાનું સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો