મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિરોધ પક્ષના નેતાને HIV સંક્રમિત કરવાનો પ્રયાસ, BJP ધારાસભ્યે રચ્યું ષડયંત્ર, સનસનાટીભર્યો કિસ્સો

કર્ણાટકના રાજકારણમાં HIV સંક્રમિત લોહી દ્વારા ચેપ ફેલાવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. હવે

વિરોધ પક્ષના નેતાને HIV સંક્રમિત કરવાનો પ્રયાસ, BJP ધારાસભ્યે રચ્યું ષડયંત્ર, સનસનાટીભર્યો કિસ્સો

કર્ણાટકના રાજકારણમાં HIV સંક્રમિત લોહી દ્વારા ચેપ ફેલાવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. હવે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે અને એક પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. પોલીસ અધિકારી હાલમાં હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. SIT ટીમ તેની વધુ પૂછપરછ કરશે અને ચેપગ્રસ્ત લોહીના ષડયંત્ર વિશે માહિતી એકત્રિત કરશે.

આરોપ છે કે પોલીસ ઈન્સ્પેક્ટર ઈયાન રેડ્ડીએ ભાજપના ધારાસભ્ય મુનીરત્ન નાયડુ સાથે મળી આખું ષડયંત્ર રચ્યું હતું. અને વિધાનસભામાં વિપક્ષના નેતા આર.અશોકને એચઆઈવી સંક્રમિત લોહીથી સંક્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ઈયાન રેડ્ડી એક વર્ષ સુધી હેબ્બાગોડીમાં તૈનાત હતા. આ પહેલા તે પીણ્યા, રાજગોપાલનગર અને યશવંતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. આ વિસ્તારો મુનિરત્નાના RR નગર વિધાનસભા મતવિસ્તારમાં આવે છે.

સૂત્રોનું કહેવું છે કે લાંબા સમયથી એક જ વિસ્તારમાં કામ કરવાને કારણે પોલીસ ઈન્સ્પેક્ટર ઈયાન રેડ્ડીના ધારાસભ્ય સાથેના સંબંધો ગાઢ બન્યા હતા. SITએ રેડ્ડી વિરુદ્ધ તપાસ શરૂ કરી જ્યારે મુનિરત્નાના નજીકના સહયોગીઓની પૂછપરછમાં તેનું નામ સામે આવ્યું.

કેવી રીતે સંક્રમિત કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું?

ભાજપના ધારાસભ્ય મુનીરત્ના નાયડુ અવારનવાર વિવાદોમાં રહે છે. તેમની સામે બળાત્કારનો કેસ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય તેમના વિરોધીઓને હની-ટ્રેપમાં ફસાવવા માટે એચઆઈવી સંક્રમિત મહિલાનો ઉપયોગ કરી રહ્યા હતા અને વિપક્ષના નેતા અશોકને એચઆઈવી સંક્રમિત લોહીથી સંક્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં શરૂઆતમાં મુનિરત્નાની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન મળી ગયા હતા.

આ અંગે પૂર્વ કાઉન્સિલર વેલુ નાયકરે નિવેદન આપ્યું હતું કે તેમની હાજરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર ઈયાન રેડ્ડી અને મુનિરત્નાએ એક યુવકને લાલચ આપીને આર. અશોકને એચઆઈવી સંક્રમિત ઈન્જેક્શન અપાવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. નાયકરે અગાઉ મુનિરત્નાના સહયોગી રહી ચૂક્યા છે. હવે તે મુનિરત્નાથી અલગ થઈ ગયો છે.

વિપક્ષના નેતા આર અશોક, સાત વખત ધારાસભ્ય

મુનિરત્ના કર્ણાટકના રાજરાજેશ્વરી નગરના ભાજપના ધારાસભ્ય છે. જ્યારે આર અશોક સાત વખતથી ભાજપના ધારાસભ્ય છે અને 2012 થી 2013 સુધી ડેપ્યુટી સીએમ હતા. તેમણે અત્યાર સુધીમાં પાંચ મુખ્ય પ્રધાનો સાથે કેબિનેટ સભ્ય તરીકે સેવા આપી છે અને ગૃહ, મહેસૂલ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, પરિવહન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ મંત્રાલયોની જવાબદારી નિભાવી છે. ભાજપે નવેમ્બર 2023માં આર અશોકને વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા.

બળાત્કાર કેસની FIRમાં મુનિરત્ના પર શું આરોપો છે?

ભાજપના ધારાસભ્ય મુનિરત્ના વિરુદ્ધ રામનગર જિલ્લાના કગલિયાપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આઈપીસીની કલમ 354A, 354C, 376, 506, 504, 120(B), 149, 384, 406 અને 308 હેઠળ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઘટના કગલિયાપુરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના એક ખાનગી રિસોર્ટમાં બની હતી. મુનીરત્ના  અને અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં મુનીરત્ના નાયડુ, વિજય કુમાર, સુધાકર, કિરણ કુમાર, લોહિત ગૌડા, મંજુનાથ અને લોકી જેવા આરોપીઓના નામ સામેલ છે.

પીડિત મહિલાએ કહ્યું કે મુનિરત્નાએ તેને ફસાવી અને ઘણી વખત રેપ કર્યો. મહિલાએ દાવો કર્યો હતો કે મુનિરત્ના નાયડુએ તેનો ઉપયોગ ભૂતપૂર્વ કાઉન્સિલરના પતિ અન્ય વ્યક્તિને હની-ટપમાં કરવા માટે કર્યો હતો.

અગાઉ, મુનીરત્ના જાતિવાદી અપમાનનો ઉપયોગ કરવાના આરોપમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. આ સિવાય કોન્ટ્રાક્ટરને ધમકાવવા અને તેની સામે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો