મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીનું ભગવાનપુરા ગામ સુવિધાઓથી વંચિત, રસ્તા-પાણી અને વીજળી ઝંખે છે લોકો

નસવાડી તાલુકાના ગોયાવાંટ અને કાટકુવા ગ્રામ પંચાયતની વચ્ચે ભગવાનપુરા (ગો) ગામ આવેલું છે.

નસવાડીનું ભગવાનપુરા ગામ સુવિધાઓથી વંચિત, રસ્તા-પાણી અને વીજળી ઝંખે છે લોકો

નસવાડી તાલુકાના ગોયાવાંટ અને કાટકુવા ગ્રામ પંચાયતની વચ્ચે ભગવાનપુરા (ગો) ગામ આવેલું છે. આ ગ્રામજનો દર વર્ષે વિધાનસભા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ગોયાવાંટ ખાતે મતદાન કરે છે. 15 જેટલા મકાનો આવેલા છે. 50થી વધુ લોકો રહે છે. જયારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમારા ગામમાં વીજળીની સુવિધા નથી. આજુબાજુ જંગલ આવેલું છે. વન્યપ્રાણીઓ રાત્રીના સમયે આવે છે. રાત્રીના અંધકારમાં દિવાના અજવાળા તળે રાત વિતાવવી પડે છે. ગરમીની સીઝનમાં જયારે બહાર ઊંઘે ત્યારે વન્ય પ્રાણીઓથી બચવા માટે ધારિયું પાળિયું અને તીરકામઠાં લઈને 10થી 15 લોકો એક સાથે ઊંઘવું પડે છે.

આ પણ વાંચોઃ સુરતના ગુમ હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરી કેસ, ચૌધરીની પત્નીની અરજીના આધારે કોર્ટે કર્યો આદેશ

હેંડપંપમાંથી સૂકાઈ જાય છે પાણી

દોઢ કિલોમીટરનો કાચો રસ્તો છે. પગપાળા ચાલીને આવવું પડે છે. બાળકોને અભ્યાસ કરવો હોય તો ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે. જેના કારણે બાળકોને શાળાએ મોકલતા નથી. કોઈ બીમાર પડે તો ગામ સુધી એમ્બ્યુલન્સ ગામ સુધી જતી નથી. જેને લઈને બીમાર દર્દીને ઝોળીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઇ જવામાં આવે છે. બાળકોને શિક્ષણ માટે સુવિધાના હોવાથી બે પેઢી અભણ છે. જયારે એક જ હેંડપંપ આવેલ છે. આ હેંડપંપમાંથી ઉનાળામાં પાણી સુકાઈ જાય છે. એટલે કોતરમાં ખાડો પાડવો પડે છે. ત્યાર બાદ તેમાંથી પાણી ભરીને લાવવું પડે છે. આદિવાસી વિસ્તારમાં રસ્તો પાણી વીજળીની સુવિધા મળે તે માટે સરકાર ટ્રાયબલ વિભાગમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ વિકાસ માટે ફાળવે છે. 

ગરીબ પરિવારો ઝંખે છે વિકાસ

ગામને આજદિન સુધી ન તો વડાપ્રધાન આવાસ યોજના શૌચાલય યોજનાનો લાભ મનરેગામાં મજૂરીનો લાભ પણ નથી મળ્યો. આ આદિવાસી પરિવારોની જિંદગી અંધકારમય છે વિકાસની ગુલબાંગો વચ્ચે ભગવાનપુરા (ગો) ગામનો વિકાસ છે જ નથી. જયારે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામપંચાયતના સત્તાધીશો આ ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. આદિવાસી વિસ્તારના આ ગરીબ પરિવારો અનેક વાર સુવિધા મળે તે માટે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ, આજદિન સુધી નેતાઓ ઠાલા વચનો આપીને જતા રહે છે. ત્યારે વિકાસશીલ ગુજરાતની વાતો કરતી સરકારના મંત્રીઓ આ પરિવારોને અંધકારમય જીંદગીથી છૂટકારો અપાવશે કે નહિ તે તો જોવાનું રહ્યું સરકાર વહેલી તકે આ ગામને રસ્તા વીજળી પાણીની સુવિધા આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો