મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વિકૃત યુવકનું પરાક્રમ, મહિલાના કપડા પહેરી વાહનોને લગાવી આગ

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ અંકુર એપાર્ટમેન્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક અજાણ્

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ અંકુર એપાર્ટમેન્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક અજાણ્યા યુવકે મહિલા પોશાખ ધારણ કરી બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલી અનેક દોઢથી બે ચાકી વાહનોને આગ લગાવી દીધી હતી. ઘટનાની સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રાત્રે અચાનક આગ લાગવાની ઘટના જોઇને લોકોએ દોડી જઈ આગ બુઝાવવાના પ્રયાસ કર્યા, સાથે જ ફાયરબ્રિગેડ અને પોલીસને પણ જાણ કરી. આગે ત્રીવ સ્વરૂપ ધારણ કરતા પહેલા ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવ્યો. ઘટનાની તાત્કાલિક માહિતી આપવામાં આવ્યા છતાં રહીશોના દાવા અનુસાર પોલીસ તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે માંગ ઉઠાવી છે કે પોલીસે આરોપીની ઝડપથી ધરપકડ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.

સીસીટીવીમાં દેખાયો શંકાસ્પદ 

સીસીટીવી ફૂટેજના આધારે, એક યુવક મહિલાની જેમ સાડી પહેરીને બિલ્ડિંગના પાર્કિંગમાં પ્રવેશતા અને આગ લગાવતા જોવા મળ્યો છે. પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.સ્થાનિક રહીશ વિનોદભાઇ પટેલે જણાવ્યું કે, "આ અમારી સુરક્ષાનો સવાલ છે. જો આરોપીને ઝડપથી પકડવામાં નહીં આવે તો આવું ફરીથી બનવાની શક્યતા છે. બાળકો અને મહિલાઓ હવે સુરક્ષિત મહેસૂસ કરતી નથી. આ લખાય તે સમય સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સમગ્ર વિસ્તારના લોકો હવે તંત્ર પાસેથી ઝડપથી પગલાં લેવાની અપેક્ષા રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો