સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ શાળા સંચાલકોને પત્ર લખી આપી આ કડક ચેતવણી
Ahmedabad News : સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત અમદાવાદ શહે

Ahmedabad News : સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત અમદાવાદ શહેર DEOએ એક પરિપત્ર જાહેર કરી ફી માટે વિદ્યાર્થીઓની હેરાનગતિ નહીં કરવા કડક ચેતવણી આપી છે. જો હવે કોઈ શાળા સંચાલકો આ જોગવાઈનું ઉલ્લંઘન કરાશે કે ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેની સામે શિસ્તભંગના નિયમાનુસાર પગલાં લેવામાં આવશે.
શિક્ષકો દ્વારા બાળકનું સારા વાતાવરણમાં શિક્ષણકાર્ય થાય તે ખૂબ જ જરૂરી
આ અંગે અમદાવાદ શહેર DEOએ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે સ્કૂલમાં બાળકના સર્વાંગી વિકાસનું કામ થતું હોય છે. આવા ઉમદા કામમાં ભાગીદાર થવાનું દરેક સ્કૂલનું ધ્યેય હોવું જોઈએ. શિક્ષકો દ્વારા બાળકનું સારા વાતાવરણમાં શિક્ષણકાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા નથી દેતી, હૉલ ટિકિટ નથી આપતા, રિઝલ્ટ નથી આપતા વગેરે.
આ ઉપરાંત સ્કૂલો ફી ભરવા બાબતે વિદ્યાર્થીઓને વારંવાર રજૂઆત કરે છે, જેથી તેમના કુમળા માનસ પર અસર થાય છે. તમામ સ્કૂલે બાકી ફી અંગે વાલીઓ સમક્ષ જ રજૂઆત કરવાની રહેશે.
આવા વર્તનથી બાળકોના માનસ પર વિપરિત અસર પડે અને બાળક માનસિક રોગના ભોગ પણ બની શકે
આ પરિપત્રમાં કહેવાયું છે કે, તમામ સ્કૂલો શિક્ષકોને આ પરિપત્રનો અભ્યાસ કરાવે અને જરૂરી સૂચનો કરે. સ્કૂલોમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે તમામ શિક્ષકોને જાણ પણ કરવામાં આવે. બાળકો માટે સ્કૂલ અને શિક્ષક એક આદર્શ હોય છે અને તેઓ જ આવું વર્તન કરે, તો બાળકોના માનસ પર વિપરિત અસર પડે છે. આ રીતે બાળક માનસિક રોગના ભોગ પણ બની શકે છે. જો કોઈપણ સ્કૂલ, શિક્ષક કે વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું હોવાની ખબર પડશે અથવા તે અંગે કોઈ ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.






